મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

ટંકારાના સજનપર ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા સાત જુગારી ૯.૫૬ લાખના મુદામાલ સાથે ઝડપાયા


SHARE









ટંકારાના સજનપર ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા સાત જુગારી ૯.૫૬ લાખના મુદામાલ સાથે ઝડપાયા

ટંકારા તાલુકાના સજનપર ગામે ગિરધરભાઈની કુંડલ તરીકે ઓળખાતી વાડીની ઓરડીમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે ટંકારા તાલુકા પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા સાત જુગારીઓ મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૨.૪૫ લાખ રૂપિયા રોકડા, ચાર મોબાઈલ ફોન અને એક કાર આમ કુલ મળીને ૯.૫૬ લાખનો મુદામાલ કબજે કર્યો હતો અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના સજનપર ગામે ગિરધરભાઈની કુંડલ તરીકે ઓળખાતી વાડીની ઓરડીમાં જુગાર રમતા હોવાની ટંકારા તાલુકા પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી રાજેશભાઇ ભગવાનજીભાઇ સીણોજીયા જાતે પટેલ (૪૫) રહે. સજનપર, અશ્વીનભાઇ અરજણભાઇ સીણોજીયા જાતે પટેલ (૩૫) રહે. રવાપર રોડ વૈલભલક્ષ્મી સોસાયટી મોરબી, ભાવેશભાઇ બાલુભાઇ સીતાપરા જાતે પટેલ (૨૯) રહે. મહેન્દ્રનગર ચોકડી પ્રભુકૃપા સત્યમ એ- ૨૦૩ મોરબી, દિવ્યેશભાઇ મનહરલાલ આદ્રોજા જાતે પટેલ (૩૪) રહે. રવાપર રોડ વૈલભલક્ષ્મી સોસાયટી મોરબી, મહેન્દ્રભાઇ હસમુખભાઇ જીવાણી જાતે પટેલ (૨૮) રહે. રવાપર કેનાલ પાસે વૈલભલક્ષ્મી સોસાયટી શેરી નં-૩ મોરબી, પ્રવિણભાઇ ખીમજીભાઇ ગામી જાતે પટેલ (૫૦) રહે. સજનપર અને રમેશભાઇ સવજીભાઇ રૈયાણી જાતે પટેલ (૩૨) રહે. સજનપર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૨.૪૫ લાખ રૂપિયા રોકડા, ૧૧૦૦૦ ના ચાર મોબાઈલ, સાત લાખ રૂપિયાની કાર નંબર જીજે ૩ એમએલ ૭૯૮૯ આમ કુલ મળીને ૯.૫૬ લાખનો મુદ્દામાલ કબજે કરીને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News