તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા મોરબીના સાહિલ માજોઠીની કેન્સર પીડિત માતા માટે માનવતાના ધોરણે દીકરાને મુક્ત કરી વતન વાપસી માટે વકીલ દીપા જોસેફે યુક્રેન સરકારને કરી રજૂઆત મોરબીના આમરણ ચોવીસે વિસ્તારમાંથી 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતોએ જેતપર ગામે પહોંચીને આપ્યું સમર્થન, રાજ્યમંત્રીના નાના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી નજીક થયેલ ૨૯ લાખની લૂંટના બનાવમાં નવો ધડાકો


SHARE









મોરબી નજીક થયેલ ૨૯ લાખની લૂંટના બનાવમાં નવો ધડાકો

મોરબીના પીપળી ગામે આવેલ કારખાનેથી રોકડા રૂપિયા ૨૯ લાખ થેલામાં લઈને યુવાન તેના ઘરે જતો હતો ત્યારે યુવાનના બાઈકને અજાણી કારમાં આવેલા ત્રણ શખ્સો દ્વારા પાછળથી ઠોકર મારી હતી અને ત્યાર બાદ યુવાનને ઢિકાપાટુનો માર માર્યો હતો અને તેની પાસેથી ૨૯  લાખની લૂંટ કરીને ત્રણેય આરોપીઓ નાસી ગયા હતા જેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઇ હતી તેના આધારે એલસીબીની ટીમે હાલમાં સાત આરોપીઓની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી રોકડા ૧૫ લાખ, ૬ મોબાઈલ અને ત્રણ કાર મળીને ૨૮.૩૦ લાખનો મુદામાલ કબજે કરવામાં આવેલ છે અને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને તેના રિમાન્ડ લેવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે

થોડા દિવસો પહેલા મોરબી નજીકના પીપળી ગામે આવેલ કેલે ફેકશન ટેકનો પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કેશિયર તરીકે કામ કરતો અને પીપળી ગમે રહેતો ચંદ્રેશભાઇ સવજીભાઈ શિરવી (૩૬) પોતાનું કામકાજ પૂરું કરીને પોતાના ઘર તરફ જતો હતો ત્યારે પીપળી ગામ પાસે આવેલ આશ્રમ નજીક તેના બાઇકને અજાણી કારમાં આવેલા ત્રણ શખ્સોએ ઠોકર મારી હતી અને ત્યાર બાદ ચંદ્રેશભાઇને ઢીકાપાટુનો માર મારીને તેની પાસેથી રોકડા ૨૯ લાખ ભરેલ થેલો લઈને આરોપીઓ કારમાં નાસી ગયા હતા ત્યાર બાદ ચંદ્રેશભાઇ શિરવીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને લૂંટની ફરિયાદ નોંધાવી હતી

જે દિવસે લૂંટનો બનાવ બનેલ હતો તે દિવસે મહાદેવ મગન આંગડિયા પેઢીમાંથી દસ લાખ રૂપિયાનું આંગળીઓ આવ્યું હતું તેમજ યુવાનને તેના શેઠ હિતેશભાઈ ૨૦ લાખ રૂપિયા રોકડા આપી ગયા હતા. આમ તેની પાસે કુલ મળીને ૩૦ લાખ રૂપિયા હતા જેમાંથી એક લાખ રૂપિયા તેણે ભાડા પેટે ચૂકવી આપ્યા હતા અને બાકીના ૨૯ લાખ રૂપિયા તેની પાસે હતા જે ૨૯ લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી છે જેથી મોરબી તાલુકા, એલસીબી અને એસઓજીની જુદીજુદી ટીમો બનાવીને સીસીટીવી ફૂટેજ આધારે લૂંટારુઓ સુધી પહોચવા માટે એસપી રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા એલસીબીના ઇનચાર્જ પીઆઇ કે.જે. ચૌહાણ અને તેની ટિમ કામ કરી રહી હતી અને લૂંટની આ ઘટનામાં પોલીસે સાત આરોપીઓની ધરપકડ કરેલ છે અને એક આરોપીને પકડવાનો બાકી હોય તેને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

વધુમાં એસપી રાહુલ ત્રિપાઠીની પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, પીપળી ગામે જે લૂંટ કરવામાં આવી હતી તે ગુનામાં પોલીસે મયુરસિંહ દિલીપભાઈ ડોડીયા જાતે કારડીયા રાજપુત  (૨૮) રહે. ચોટીલા થાન રોડ રુદ્ર ભૂમિ સોસાયટી જયેશભાઇના મકાનમાં, શક્તિસિંહ ઉર્ફે ભાણો નીનુભા ગોહિલ જાતે કારડીયા રાજપુત (૨૯) રહે. સરા રોડ રઘુનંદન સોસાયટી હળવદ, મહિપાલસિંહ અભેસંગ ગોહેલ જાતે કારડીયા રાજપુત (૨૭) રહે. સુખપર હળવદ, ભગવાન ઉર્ફે ભગો કરસનભાઈ રબારી (૩૦) રહે. હરીપર તાલુકો ધાંગધ્રા, રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા દિલીપભાઈ લીબોલા (૨૮) રહે. ગોરી ઘનશ્યામપુર તાલુકો હળવદ, દશરથ ઉર્ફે લાદેન જીલુભાઈ પરમાર (૨૮) રહે. હરીપર તાલુકો ધાંગધ્રા અને અર્જુનગીરી નારદગીરી ગોસાઈ (૨૧) રહે. શિવ પાર્ક વેજીટેબલ રોડ ઉમા ટાઉનશીપ પાછળ મૂળ રહે. સોંડા ચુડા જિલ્લો સુરેન્દ્રનગર વાળાની ધરપકડ કરેલ છે અને આ ગુનાની તપાસમાં એવી માહિતી સામે આવી છે કે, કારખાનના જૂના કર્મચારી અર્જુનગીરી નારદગીરી ગોસાઈએ મયુરસિંહ દિલીપભાઈ ડોડીયાને ટીપ આપી હતી અને તેને બાકીના આરોપીઓનો સંપર્ક કરીને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો હવે આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને તેના રિમાન્ડ લેવા માટેની તજવીજ કરવામાં આવી રહી છે

મોરબી જિલ્લા એલસીબીમાં ઇન્ચાર્જ પીઆઇ ચૌહાણે માહિતી આપતા જણાવ્યુ હતું કે, આરોપીઓએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો ત્યારે કોઈ જગ્યાએ મોબાઈલ ફોનનો ઉપયોગ કરેલ નથી  અને નંબર પ્લેટ વગરની ગાડી લઈને લૂંટની ઘટનાને અંજામ આપવા માટે આવ્યા હતા જો કે, ટીપ આપનાર શખ્સ પકડાયા બાદ તેને વટાણા વેરી નાખતા લૂંટારુ ગેંગ પકડાયેલ છે આ આરોપીઓ પાસેથી બે લાખ રૂપિયાની કિંમતની હોન્ડા કંપનીની કાર, ચાર લાખ રૂપિયાની કિંમતની બલેનો કાર, સાત લાખની કિંમતની કિયા કાર અને ૧૫ લાખ રૂપિયા રોકડા તેમજ ૩૦૫૦૦ ની કિંમતના છ મોબાઈલ આમ કુલ મળીને પોલીસે આરોપીઓ પાસેથી ૨૮,૩૦,૫૦૦ નો મુદ્દા માલ કબજે કર્યો છે અને આ ગુનામાં મનીષ સોલંકી રહે. ચોટીલા થાન રોડ રુદ્ર ભૂમિ સોસાયટી વાળા ચોટીલા વાળાનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, મોરબીની આસપાસમાં ઓદ્યોકિગ એકમો આવેલા હોવાથી લાખો રૂપિયાની હેરફેરી કોઈપણ પ્રકારની સિક્યુરિટી વગર કરવામાં આવતી હોય છે તે હક્કિત છે અને અગાઉ પણ મોરબીમાં આંગડિયા લૂંટ સહિતના બનાવી બની ચૂક્યા છે ત્યારે જો કારખાનના લાખો રૂપિયાની હેરફેરી કરવામાં આવતી હોય ત્યારે જો થોડી તકેદારી રાખવામા આવે અથવા તો સિક્યુરિટી રાખીને રૂપિયાને લાવવા અને લઈ જવામાં આવે તો ભવિષ્યમાં આવા બનાવોને મોરબીમાં બનતા રોકી શકાય તેમ છે






Latest News