મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મારી સામે સિગરેટ પીવે છે કહીને મોરબીમાં યુવાન અને તેની બહેનને બે મહિલા સાથે ચાર વ્યક્તિએ માર માર્યો


SHARE









મારી સામે સિગરેટ પીવે છે કહીને મોરબીમાં યુવાન અને તેની બહેનને બે મહિલા સાથે ચાર વ્યક્તિએ માર માર્યો

 મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઇન્દિરા નગરમાં અગાઉ મારા મારી થયેલ હતી ત્યાર બાદ હાલમાં તે બનાવમાં વળતી ફરિયાદ નોંધાવવામાં આવી છે અને યુવાન ત્યાં ઊભો સિગરેટ પીતો હતો ત્યારે ટી મારી સીગરેટ પીવે છે તેમ કહીને ગાળો આપી હતી અને ત્યાર બાદ ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી કરીને યુવાનની બહેને હાલમાં બે મહિલા સહિત ચાર વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઇન્દિરાનગરમાં રામદેવપીરના મંદિર સામે રહેતા મનીષાબેન હનાભાઈ ચાવડા (૨૭)એ હાલમાં આનંદભાઈ દિનેશભાઈ ચાવડા, રીષીભાઈ દિનેશભાઈ ચાવડા, કમળાબેન દિનેશભાઈ ચાવડા તથા શીલ્પાબેન આનંદભાઈ ચાવડા રહે. બધા ઈન્દિરાનગર મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના ભાઈ મનસુખભાઇ સિગરેટ પિતા હતા ત્યારે આરોપી આનંદભાઈ અને રીષીભાઈએ ત્યાં આવીને તું અમારી સામે સીગરેટ પીવે છે તેવું કહીને ગાળો આપી હતી જેથી કરીને મનસુખભાઇએ ગાળો આપવાની ના કહેતા તે બંને શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી કરીને ફરિયાદી બહેન તેના ભાઈને છોડાવવા માટે વચ્ચે પડી હતી અને ત્યાર બાદ બંને ભાઈ બહેન ઘ બાજુ જતાં હતા ત્યારે કમળાબેન દિનેશભાઈ ચાવડા તથા શીલ્પાબેન આનંદભાઈ ચાવડાએ ત્યાં આવીને ગાળો આપી હતી અને આરોપી આનંદભાઈ અને રીષીભાઈએ ફરી પાછો ઢીકાપાટુનો માર માર્યો હતો અને રીષીભાઈએ તેની પાસે રહેલ છરી વડે હુમલો કર્યો હતો ત્યારે ફરિયાદીના ભાઈને હાથમાં છરી વાગી જતાં આંગળીમાં ઇજા થયેલ હતી અને ફરિયાદીના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને બે મહિલા સહિતના ચારેય આરોપીઓને પકડવા માટેની તજવીજ શરૂ કરેલ છે




Latest News