મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં ૨૩ ડીસેમ્બર રાષ્ટ્રિય કિસાન દિવસ નિમિતે બાળકોએ અવનવા પ્રોજેકટો રજુ કર્યા


SHARE









મોરબીમાં ૨૩ ડીસેમ્બર રાષ્ટ્રિય કિસાન દિવસ નિમિતે બાળકોએ અવનવા પ્રોજેકટો રજુ કર્યા

ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા પ્રેરિત આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર-મોરબી ખાતે ૨૩ મી ડિસેમ્બર એટલે કે 'રાષ્ટ્રીય કિસાન દિવસ' નિમિત્તે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી શહેર તેમજ આસપાસના વિસ્તારની ઘણી શાળાના બાળકો દ્વારા સ્પર્ધામાં હોશભેર ભાગ લેવામાં આવ્યો હતો.આજે જ્યારે આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે અને મોટાભાગના લોકોનું જીવનનિર્વાહ ખેતી ઉપર નિર્ભર છે ત્યારે આગામી પેઢી ખેતી વિશે જાણે સમજે અને તે બાજુ વળે તે હેતુથી સરકાર દ્વારા વિવિધ આયોજનો કરાતા હોય છે જેમાં સ્પર્ધાઓ યોજીને બાળકોને ખેતી વિશે જ્ઞાન મળી રહે તેવા પ્રયત્નોના ભાગરૂપ મોરબી આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે સ્પર્ધા યોજવામાં આવી હતી.જેનો વિષય 'રાષ્ટ્રનાં વિકાસમાં આધુનિક ખેતી પધ્ધતિનો ફાળો' રાખવામાં આવ્યો હતો.જેમા ઉચ્ચ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને એલ.એમ.ભટ્ટ તેમજ દિપેનભાઈ ભટ્ટના હસ્તે સિલ્ડ અને પ્રમાણપત્રો આપીને પ્રોત્સાહિત કરાયા હતા




Latest News