મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વાર નવરાત્રિ નિમિતે રંગ રાત્રી મહોત્સવ યોજાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના વીસીપરામાં અને ધરમપુર ગામે જુગારની બે રેડઃ પાંચ જુગારી પકડાયા, એક ફરાર


SHARE









મોરબીના વિસીપરા વિસ્તારમાં ધોળેશ્વર રોડ ઉપર જાહેરમાં તેમજ ધરમપુર ગામે જાહેરમાં જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને પાંચ જુગારીઓ પકડાયા હતા અને એક જુગારી સ્થળ ઉપરથી નાસી ગયો હતો જેથી કરીને તેને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવેલ છે

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ ધોળેશ્વર રોડ ઉપર અમરશી બાપાની વાડીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતીમી મળી હતી જેના આધારે બી ડિવિઝન પોલીસ દ્વારા ત્યાં જુગની રેડ કરવામાં આવતા સ્થળ ઉપર જુગાર રમતા ભલાભાઇ માધુભાઈ પીપળીયા જાતે કોળી (35) અને રોહિતભાઈ વીરજીભાઈ પીપળીયા જાતે કોળી (21) રહે બંને અમરશી બાપાની વાડી વાળા મળી આવ્યા હતા જેથી કરીને તેની પાસેથી 2040 રૂપિયાની રોકડ પોલીસે કબજે કરી હતી અને ત્યાંથી નાસી છૂટેલ સતીશ ઉર્ફે વાલીઓ રમેશભાઈ ડેડવાણીયા જાતે કોળી રહે. નવા જાંબુડીયા દશામાના મંદિર પાસે વાળાનું નામ સામે આવ્યું હોય તેની સામે પણ ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના ધરમપુર ગામે રામદેવપીરના નેજા પાસે જાહેરમાં જુગાર રમતાઓની મોરબી તાલુકા પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા જીગ્નેશભાઈ ખોડાભાઈ મુલારીયા જાતે કોળી (30), નરેન્દ્રસિંહ અભેસિંગ રાઠોડ (36) અને બેચરભાઈ ગણેશભાઈ વરસોલા (20) જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 1150 રૂપિયાની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News