મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે મસ્તીમાં ગાળો બોલતા યુવાન ઉપર બે શખ્સોએ કર્યો કટ્ટરબ્લેડ-ડીસમીસ વડે હુમલો


SHARE









મોરબીના લાલપર પાસે મસ્તીમાં ગાળો બોલતા યુવાન ઉપર બે શખ્સોએ કર્યો કટ્ટરબ્લેડ-ડીસમીસ વડે હુમલો

મોરબી નજીકના લાલપર ગામ પાસે આવેલ ઓરસન અજંતા એપાર્ટમેન્ટ ફ્લેટમાં રહેતો યુવાન મસ્તીમાં ગાળો બોલતો હતો જેનો ખાર રાખીને બે શખ્સો તેના ઘરે આવ્યા હતા અને તે યુવાન ઉપર કટ્ટરબ્લેડ તથા ડીસમીસ વડે તેના ઉપર હુમલો કર્યો હતો જેથી કરીને ઇજા પામેલા યુવાનને સારવારમાં ખસેડાયો હતો અને હાલમાં તેને સારવાર લીધા બાદ બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને બે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મુળ બાલેશ્વર(ઓરિસ્સા) જિલ્લાના આકાન્દી ગામના ર્હવાસી અને હાલમાં મોરબી પાસે લાલપર નજીક આવેલ ઓરસન અજંતા એપાર્ટમેન્ટ ફ્લેટ નં. એ -૪૦૩ માં રહેતા કોન્ટ્રાકટર સંતોષકુમાર રાધાકાંતભાઇ પાંડા જાતે બ્રાહ્મણ (૪૨)એ હાલમાં આકાશભાઇ ઓમપ્રકાશભાઇ ચૌધરી રહે. હાલ શ્રીજી વિટ્રીફાઇડ લાલપર મુળ બિહાર અને મહેશભાઇ લુહાર રહે. હાલ શ્રીજી વિટ્રીફાઇડ મુળ બનાસકાઠા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, બંને આરોપીઓએ ગેરકાયદે તેના ફ્લેટમાં આવ્યા હતા અને આરોપી આકાશભાઇને ફરિયાદી મસ્તીમાં ગાળો દેતા હોય જેનો ખાર રાખીને આકાશભાઇએ હાથમાં કટ્ટરબ્લેડ તથા મહેશભાઇએ હાથમાં ડીસમીસ લઈને આવ્યા હતા અને ફરિયાદી સાથે મારા મારી કરી હતી ત્યારે આકાશભાઈએ ફરીયાદીને પતાવી દેવાની ધમકી આપી હતી અને ફરીયાદી સાથે ઝપાઝપી કરી આડેધડ માર મારતા ફરિયાદી યુવાનને શરીરે મુંઢ માર તથા મોઢા ઉપર ગાલે, દાઢીએ, ડાબા હાથમાં ઇજાઓ કરી હતી જેથી કરીને ફરિયાદી યુવાનને ટાંકા આવ્યા હતા અને હાલમાં ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૪૫૨, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુનો નોંધીને બંને આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરી છે




Latest News