મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકામાં દારૂની ત્રણ રેડ: ૧૮૩ બોટલ દારૂ સાથે બે પકડાયા, બેની શોધખોળ


SHARE







મોરબી શહેર-તાલુકામાં દારૂની ત્રણ રેડ: ૧૮૩ બોટલ દારૂ સાથે બે પકડાયા, બેની શોધખોળ

મોરબી શહેર અને તાલુકામાં દારૂની જુદી જુદી ત્રણ જગ્યા ઉપર રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને ૧૮૩ બોટલ દારૂ પોલીસે કબજે કરેલ છે અને બે આરોપીઓને પકડવામાં આવ્યા છે જોકે, બે આરોપીને પકડવા માટે હાલમાં પોલીસ દ્વારા તજવીજ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના મધુપુર ગામે રહેતા ગોપાલભાઈ ગોરધનભાઈ કોળીના રહેણાંક મકાન પાસે ઇકો કાર નંબર જીજે ૧ એફકે ૧૯૪૯ ને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તે કારમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની ૧૪૯ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૬૧૫૩૦ ની કિંમતનો દારૂ, એક લાખ રૂપિયાની કિંમતની કાર અને ૫૫૦૦ ની કિંમતના બે મોબાઈલ ફોન આમ કુલ મળીને ૧૬૭૦૩૦ રૂપિયાની કિંમતના મુદ્દામાલને કબજે કર્યો હતો અને હાલમાં ઇકો કાર સાથે રમેશભાઈ પોપટભાઈ વાઘાણી જાતે પટેલ (૪૫) રહે. જસદણ હરિકૃષ્ણ પાર્ક ઓમકાર સ્કૂલની પાછળ આટકોટ બાયપાસ રોડ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ગોપાલભાઈ ગોરધનભાઈ કોળી રહે. મધુપુર વાળાનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે

બે બોટલ

મોરબીમાં લાતી પ્લોટ શેરી નંબર-૬ ના નાકા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની બે બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૬૪૦ ની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને હાલમાં ઈર્શાદભાઈ ઇકબાલભાઈ ત્રાયા જાતે સંધિ મુસ્લિમ (૩૨) રહે, જોન્સનગર શેરી નં-૮ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે

૩૨ બોટલ દારૂ

મોરબી શહેરના કાલિકા પ્લોટ વિસ્તારમાં સાયન્ટિફિક રોડ ઉપર રહેતા જુનેદભાઈ તૈયબભાઈના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે તેના ઘરમાંથી જુદી જુદી બ્રાન્ડની દારૂની ૩૨ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૨૬૮૪૦ ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને ઘરધણી જુનેદભાઈ તૈયબભાઈ પૂજાણી ઘરમાં હાજર ન હોવાથી તેની સામે ગુનો નોંધીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News