​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત
Breaking news
Morbi Today

ટંકારાના લખધીરગઢ ગામે પ્રાથમિક શાળામાં તુલસી પૂજન કર્યું


SHARE









ટંકારાના લખધીરગઢ ગામે પ્રાથમિક શાળામાં તુલસી પૂજન કર્યું

ટંકારાના લખધીરગઢ ગામે આવેલ પ્રાથમિક શાળામાં તુલસી પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું અને તુલસી માત્ર છોડ નથી, પરંતુ તે ભારતીય સંસ્કૃતિમાં માતાનું સ્થાન પ્રાપ્ત કરે છે. લગભગ દરેકના ઘરમાં તુલસીના છોડ હોય જ છે, પરંતુ તેનું શું મહત્વ છે તે બધાં બાળકો જાણતા હોતા નથી. તેમના ઔષધીય ગુણોથી પરિચય હોતા નથી. જેમ કે તુલસીનો છોડ જંતુઓને ભગાડે છે. તુલસીના છોડમાં ઉચ્ચ પોષણ મૂલ્ય હોય છે. તુલસી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. તુલસીનો છોડ સ્વસન સંક્રમણ સામે લડી શકે છે. તુલસીનો છોડ હૃદયને ફાયદો કરે છે. તુલસીનો છોડ દાંતના સ્વાસ્થ્ય માટે યોગ્ય છે. અને તુલસીનાં સેવનથી અગણિત લાભ થતાં હોવાથી તેનો આયુર્વેદમાં પણ ઉલ્લેખ છે. 'સુશ્રુત સંહિતા' અને 'ચરક સંહિતામાં' પણ તુલસીને ગુણકારી કહેવામાં આવી છે.  તુલસી એક ઉત્તમ ઔષધિ છે. ભારતીય પૌરાણિક હિંદુ ફિલસૂફીમાં નોંધનીય છે. તુલસીના છોડને અંગ્રેજીમાં હોલી બેસિલ કહે છે. ભારતમાં સામાન્ય રીતે ત્રણ પ્રકારની તુલસી જોવા મળે છે. રામ તુલસી, કૃષ્ણ તુલસી અને વન તુલસી. આવી બધી વાતો શાળાના શિક્ષિકા પીપલીયા જીવતીબેન, હીનાબેન દેવમુરારી, ધર્મિષ્ઠાબેન માકાસણા અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવી હતી અને અંતમા તુલસી માતાનું પૂજન કર્યું હતું




Latest News