મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી રાજકોટ હાઈવે ઉપર અકસ્માત નિવારવા ટંકારા પોલીસનો નવતર પ્રયોગ બન્યો આકર્ષણનું કેન્દ્ર


SHARE









મોરબી રાજકોટ હાઈવે ઉપર અકસ્માત નિવારવા ટંકારા પોલીસનો નવતર પ્રયોગ બન્યો આકર્ષણનું કેન્દ્ર

રાજકોટ-મોરબી હાઇવે ઉપર છાસવારે બનતા અકસ્માતના બનાવો લોકજાગૃતિથી અટકે તેવા હેતુથી ટંકારા પોલીસે નવતર પ્રયોગ હાથ ધરી પોલીસ મથક બહાર સ્ટેજ ઉભું કરી એક અકસ્માતગ્રસ્ત કાર પ્રદર્શિત કરી ધીરજ અને ખંત અકસ્માતનો અંત જેવા સૂત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

છેલ્લા લાંબા સમયથી રાજકોટ – મોરબી હાઇવે ઉપર અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે ત્યારે ટંકારા થાણા અમલદાર એચ આર હેરભા દ્વારા નવતર પ્રયોગ કરી લોકમાં અકસ્માત નિવારવા જાગૃતિ આવે તે માટે પ્રયાસ કરાયો છે. ટંકારા પોલીસ મથક બહાર એક સ્ટેજ બનાવી અકસ્માતગ્રસ્ત કાર મુકવામાં આવી છે અને બાજુમાં જ એક મોટા હોર્ડિંગ બોર્ડ ઉપર આ કારમાં બે માનવીઓએ જિંદગી ગુમાવી હોવાનું લખાણ કરી અકસ્માત નિવારવા માટેના સૂત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા છે.ટંકારા પોલીસ દ્વારા આ નવતર પ્રયોગમાં પ્રદર્શિત કરાયેલ હોર્ડિંગમાં ધીરજ અને ખંત લાવે અકસ્માતનો અંત, અકસ્માત એ કુદરતી દેણ નથી આપણું પરિણામ છે, નસીબ બચાવે કોઈ વાર સુરક્ષા બચાવે વારંવાર જેવા સૂત્રો લખવામાં આવ્યા છે અને આ નવતર પ્રયોગથી અહીંથી પસાર થતા વાહન ચાલકો આકર્ષાઈ રહ્યા છે અને ઘડી બે ઘડી વિચારતા પણ થયા છે.




Latest News