વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા શાળા બહારના બાળકોનો સર્વે કરાશે


SHARE









મોરબી જિલ્લામાં સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા શાળા બહારના બાળકોનો સર્વે કરાશે

સમગ્ર ગુજરાતની સાથે મોરબીમાં સમગ્ર શિક્ષા અભિયાન ચાલી રહ્યું છે જેમાં સૌ ભણે, સૌ આગળ વધેના ધ્યેય સૂત્ર સાથે શિક્ષણ કાર્ય થઈ રહ્યું છે.હજુ પણ કેટલાક સલ્મ વિસ્તારના,કારખાના વિસ્તારના,ધંધા અર્થે સ્થળાંતર થતા બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે,કેટલાક બાળકો પોતાની કૌટુંબિક, સામાજીક પરિસ્થિતિના કારણે શાળા અધવચ્ચેથી છોડી દેતા હોય છે

 ત્યારે આવા શાળા બહારના બાળકો જે પૈકી કેટલાક બાળકો કદી શાળાએ ગયેલ નથી કેટલાક બાળકોએ ધો. ૧ થી ૧૨ માં અધવચ્ચેથી શાળા છોડીને ડ્રોપ આઉટ થયેલ છે અને દિવ્યાંગ બાળકો વગેરે ૬ થી ૧૯ વર્ષની વ્યજુથ ધરાવતા બાળકોનો તા. ૧/૧/૨૩૪ થી તા ૧૦/૧/૨૩ સુધી સર્વે હાથ ધરી એસ.ટી.પી વર્ગોમાં છુટેલું શિક્ષણ આપી સામાન્ય શાળામાં મેઈન સ્ટ્રીમ કરવા માટે સમગ્ર શિક્ષા અભિયાન મોરબી, એન.જી.ઓ.સી.આર.સી. બીઆરસી.શાળાના આચાર્ય, શાળાના સ્ટાફના માધ્યમથી સર્વે કરવામાં આવશે અને કોઈપણ વિસ્તારમાં આવા શાળા બહારના બાળકો મળે તો નજીકની શાળા સીઆરસી બીઆરસી કે સમગ્ર શિક્ષા અભિયાન કચેરી શક્તિ ચોક મોરબીમાં લેખિત, મૌખિક કે ટોલ ફ્રી નં:- ૧૮૦૦-૨૩૩-૩૯૬૭ ઉપર જાણ કરવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રોજેકટ કો.ઓર્ડીનેટર પ્રવિણભાઈ અંબારિયા તેમજ જિલ્લા એસટીપી કો.ઓર્ડીનેટર મુકેશભાઈ ડાભીની યાદીમાં જણાવવા આવે છે.




Latest News