મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના પીપળીયા ચાર રસ્તા પાસે ચાલુ ટ્રકમાં છાતીમાં દુખાવો ઉપાડતાં સારવારમાં ખસેડાયેલ ડ્રાઈવરનું મોત


SHARE









માળીયા (મી)ના પીપળીયા ચાર રસ્તા પાસે ચાલુ ટ્રકમાં છાતીમાં દુખાવો ઉપાડતાં સારવારમાં ખસેડાયેલ ડ્રાઈવરનું મોત

મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ પીપળીયા ચાર રસ્તા તરફ સરદાર પેટ્રોલ પંપ પાસેથી ટ્રક ડ્રાઇવર પોતાનો ટ્રક લઈને પસાર થતો હતો ત્યારે તેને અચાનક છાતીમાં દુખાવો પડ્યો હતો જેથી કરીને તેને પ્રથમ સારવાર માટે માળિયા મીયાણા સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા ત્યારે ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરેલ જેથી આ બનાવની માળિયા મીયાણા તાલુકા પોલીસે નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ રાજસ્થાનના ભરતપુર જિલ્લાના નંદભય તાલુકામાં આવેલ કરીલી ગામના રહેવાસી પ્રભુદયાલ રામખેલાડી ચૌધરી જાતે જાટ (ઉંમર ૬૦) પોતાના હવાલા વાળો ટ્રક નં. આરટી ૪૭ જીએ ૫૦૧૦ લઈને મોરબી માળિયા હાઇવે ઉપર પીપળીયા ગામ નજીક આવેલ સરદાર પટેલ પેટ્રોલ પંપ પાસેથી પસાર થતા હતા ત્યારે તેને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો જેથી કરીને ટ્રક ડ્રાઇવરને પ્રથમ સારવાર માટે માળિયા મિયાણાની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાંથી તેને વધુ સારવાર માટે ઈકો ગાડીમાં મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ અંગેની જાણ માળિયા મીયાણા તાલુકા પોલીસને કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

એક બોટલ દારૂ

મોરબીના પંચાસર રોડ ઉપર મામાદેવના મંદિર પાસેથી બાઈક લઈને પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૭૫ ની કિંમતની દારૂની બોટલ તથા ૨૦૦૦૦ રૂપિયાની કિંમતનું બાઈક આમ કુલ મળીને ૨૦૩૭૫ ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો. જોકે આરોપી તેનું બાઈક મૂકીને ત્યાંથી નાસી ગયો હતો જેથી કરીને હાલમાં પોલીસે દિવ્યેશ ઉર્ફે મુન્નો ગણેશભાઈ પટેલ રહે ખોડીયાર પાર્ક સોસાયટી, વાવડી રોડ મોરબી વાળાને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News