મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના બાયપાસ રોડે આવેલ ઓમ શાંતિ રિસર્ચ સેન્ટર દ્વારા ટેક ફેસ્ટ-૨૨ સંપન્ન


SHARE







મોરબીના બાયપાસ રોડે આવેલ ઓમ શાંતિ રિસર્ચ સેન્ટર દ્વારા ટેક ફેસ્ટ-૨૨ સંપન્ન

મોરબીમાં જય સરદાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઓમ શાંતિ રિસર્ચ સેન્ટર દ્વારા ટેક ફેસ્ટ-૨૨ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિજ્ઞાન મેળામાં જુદી-જુદી શાળાઓમાથી ૩પ પ્રોજેકટ રજૂ થયા હતા. અને ખાસ કરીને હળવદની મહર્ષિ ઇંગ્લિશ સ્કૂલના વિદ્યાર્થીનીઓ શૈલી રૂપાલા અને મનસ્વી સંધાણીએ ઇમર્જન્સી આયુર્વેદ પ્રોજેકટ રજૂ કર્યો હતો, ટંકારાની સરદાર પટેલ વિદ્યાલયની વિધાર્થિનીઓ નિમાવત દ્રષ્ટિ અને ભક્તિએ એન્ટી સ્લીપ અલાર્મ પ્રોજેકટ રજૂ કર્યો હતો જે બંને પ્રોજેકટને પ્રાથમિક વિભાગમાં પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો હતો તેમજ દ્વિતીય ક્રમે વીરપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ચાવડા મિલન, ચાવડા કેવીન અને ચાવડા રવિએ પ્રદૂષણ મુક્ત ઉર્જાનો પ્રોજેકટ રજૂ કર્યો હતો. અને માધ્યમિક વિભાગમાં પ્રથમક્રમે મોરબીની યુનિક સ્કૂલના વિધાર્થીઓ શોર્ય ગોસ્વામી અને અભય રાઠોડએ નારી સ્વ-રક્ષા પ્રોજેકટ રહ્યો હતો તો બીજા ક્રમે માધ્યમિક વિભાગમાં વાંકાનેરની તીથવા હાઇસ્કૂલના વિધાર્થીઓએ માણસૂરિયા વિશાલ અને શેરસિયા મોહમદઅંશએ ઝુલતા પુલમાં કેટલા લોકો વિઝિટ કરે તેની ગણતરી દર્શાવતું મોડલ રજૂ કર્યું હતું. અને ત્યારે વિજેતાઓને ટેફેસ્ટા૨ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ તકે જય સરદાર એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ ટી.ડી. પટેલે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. અને આ વિજ્ઞાન મેળામાં નિર્ણાયક તરીકે પ્રોફેસર જીગ્નેશ ભીમાણી, ભરત ગોપાણી, પ્રોફેસર જાકાસણીયાએ સેવા આપી હતી






Latest News