વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના બિલિયા ગામની શાળામાં ઋણાનુબંધ શતાબ્દી મહોત્સવ ઉજવાયો


SHARE









મોરબીના બિલિયા ગામની શાળામાં ઋણાનુબંધ શતાબ્દી મહોત્સવ ઉજવાયો

મોરબીની બિલિયા શાળાને સો વર્ષ પૂર્ણ થતાં ગામના સોશ્યલ ગ્રૂપ, શાળા પરિવાર અને સમસ્ત ગામ દ્વારા સાંજના ૪ વાગ્યાથી રાત્રીના ૧૧ વાગ્યા સુધી  ઋણાનુંબંધ મહોત્સવ યોજાઈ ગયો હતો જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અને માનવતાનું મહામુલું કાર્ય એવા રક્તદાન માટે બ્લડ ડોનેશન કેમ્પ તેમજ સમસ્ત ગામના ૩૦૦૦ જેટલા લોકોનું સમૂહ ભોજન જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું

આ કાર્યક્રમમાં શાળામાં અભ્યાસ કરી સરકારી મહેકમમાં ઉચ્ચ હોદા પર કાર્યરત શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શિક્ષકોનું, તેજસ્વી તરલાઓનું સન્માન તેમજ શાળાના પ્રથમ વિદ્યાર્થી ધરમશીબાપા સાંણદિયા હાલ શતાયુ વર્ષની ઉંમરે હયાત હોય એમનું પણ સન્માન કરાયું હતું  આ કાર્યક્રમના દિલેર દાતાઓનું સન્માન કરાયું હતું અને ધનજીભાઈ કાવર તરફથી શાળાના તમામ વિદ્યાર્થીઓને હાઈજિન કીટ અર્પણ કરવામાં આવી હતી તો બિલિયા સોશ્યલ ગ્રુપ અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ, રાષ્ટ્રસેવાથી ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા હતા આ પ્રસંગે ગામના સરપંચ કાંતિલાલ પેથાપરાએ સૌનું શાબ્દીક અભિવાદન કર્યું હતું અને ચતુરભાઈ કાવરે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. અને આ તકે નકલંકધામ બગથળાના મહંત દામજી ભગત અને કબીરધામના મહંત મહા મંડલેશ્વર ૧૦૦૮ શિવરામદાસજી આશિર્વચન પાઠવતા જણાવ્યું કે જીવનમાં શિક્ષણનું ખુબજ મહત્વ છે જીવનમાં ગુરૂનું ખુબજ મહત્વ છે શિક્ષક જ બાળકનું ઘડતર કરે છે આ સુંદર કાર્યક્ર્મ માટે શાળાના વર્તમાન આચાર્ય કિરણભાઈ કાચરોલા, તમામ શિક્ષકો અને આયોજકોને અભિનંદન આપ્યા હતા અને આ કાર્યક્ર્મમાં સમસ્ત બિલિયાવાસીઓ, બિલિયા ગામની બહાર મોરબી કે અન્ય શહેરોમાં વસવાટ કરતા સૌ લોકો હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવાર તેમજ બિલિયા સોશ્યલ ગ્રુપના કાર્યકર્તાઓએ તન, મન અને ધનથી ખુબજ જહેમત ઉઠાવી હતી




Latest News