વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ગુજરાત ગેસ કંપની પ્રેરિત ઝીલ એજ્યુકેશન દ્વારા ટીચર્સ માટે ટ્રનિંગ પોઈન્ટ ટ્રેનિંગ યોજાઈ


SHARE









મોરબીમાં ગુજરાત ગેસ કંપની પ્રેરિત ઝીલ એજ્યુકેશન દ્વારા ટીચર્સ માટે ટ્રનિંગ પોઈન્ટ ટ્રેનિંગ યોજાઈ

મોરબીની સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને પ્રવૃત્તિ શિક્ષણ મળી રહે, વિદ્યાર્થીઓ પોતાની જાતે મોડેલ બનાવે, પ્રત્યક્ષ અનુભવ પ્રાપ્ત કરેલ તેમજ મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત છે કે બાળક સાંભળેલું ભૂલી જાય છે જોયેલું થોડું થોડું યાદ રહે છે પણ જાતે કરેલું સમજાઈ જાય છે એ સિદ્ધાંતને ધ્યાનમાં રાખી મોરબી તાલુકાની માધાપરવાડી કુમાર અને કન્યા શાળા, કપોરીવાડી, વજેપરવાડી, લખધીરનગર, ઘુનડા(સ) નાની વાવડી કન્યા શાળા, ભરતનગર, ગોર ખોજડિયા, લીલાપર વગેરે શાળાઓના બબે શિક્ષકોને ગુજરાત ગેસ કંપની પરસ્કૃત ઝીલ એજ્યુકેશન દ્વારા ટર્નીગ પોઈન્ટ ટ્રેનિંગ પાંચ દિવસ સુધી આપવાનું ચાલુ છે

જેમાં અભ્યાસક્રમમાં આવતા વિવિધ પ્રયોગો મોડેલ શિક્ષકોને બનાવતા શીખવવામાં આવે છે અને સમજાવવામાં આવે છે જેથી શિક્ષકો આ તાલીમ વર્ગખંડમાં પોતાના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી વિદ્યાર્થીઓ પણ આ મોડેલ બનાવે, વિદ્યાર્થીઓ વ્યવસાયલક્ષી શિક્ષણ પ્રાપ્ત કરે એ નવી શિક્ષણનીતિની અને સાંપ્રત સમયની જરૂરિયાત અને માંગ છે ત્યારે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિક ડો.સીતારામ અને સંધ્યાબેન બંને તજજ્ઞો વિસ શિક્ષકોને જુદા જુદા ૬૦ મોડેલ બનાવતા શીખવે છે. અને આ મોડેલ્સ બનાવવા માટેનું મટીરીયલ સાધન-સામગ્રીના પાંચ બોક્સ શાળા દીઠ અર્પણ કરવામાં આવશે અને ટ્રેનિંગ વર્ગમાં હાજર રહેવા માટે દિનેશભાઈ ગરચર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મોરબી દ્વારા ઝીલ એજ્યુકેશનને શાળા અને શિક્ષકોની યાદી આપી છે તેમજ પરિપત્ર દ્વારા શાળાને જાણ કરવામાં આવી છે અને તાલીમને સફળ બનાવવા તેમજ શિક્ષકો માટે રિફ્રેશમેન્ટ ભોજન માટેની વ્યવસ્થા, કીટ વિતરણ માટેની વ્યવસ્થા વગેરે માટે માધાપરવાડી કુમાર શાળાના આચાર્ય તુષારભાઈ બોપલીયા અને માધાપરવાડી કન્યા શાળાના આચાર્ય દિનેશભાઈ વડસોલા તેમજ એસ.એમ.સી. અધ્યક્ષ કાળુભાઈ વી. પરમાર જહેમત ઉઠાવી રહ્યા છે




Latest News