મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

વાહ રે ગતિશીલ ગુજરાત: મોરબી રાજકોટ ફોરલેનનું કામ છ વર્ષ પછી પણ અધૂરું !, સર્વિસ રોડના ખાડા જીવલેણ અકસ્માત સર્જશે ?


SHARE









વાહ રે ગતિશીલ ગુજરાત: મોરબી રાજકોટ ફોરલેનનું કામ છ વર્ષ પછી પણ અધૂરું !, સર્વિસ રોડના ખાડા જીવલેણ અકસ્માત સર્જશે ?

મોરબી રાજકોટ રોડને ફોરલેન બનાવવા માટેની જાહેરાત વર્ષ ૨૦૧૬ માં કરવામાં આવી હતી તેને છ વર્ષ જેટલો સમય વીતી ગયો છે તો પણ આજની તારીખે આ ફોનલેનનું કામ પૂરું કરવામાં આવ્યું નથી અને જે જગ્યાએ રોડ બનાવવામાં આવેલ છે તેમાં પણ અનેક જગ્યાએ ખાડા પડી ગયા છે આટલું જ નહીં ઓવરબ્રિજ જેટલા પણ બનાવેલ છે તેમાં સર્વિસ રોડમાં અનેક જગ્યાએ જીવલેણ અકસ્માત સર્જે તેવા ખાડા છે જેથી કરીને વહેલી તકે કામને પૂરું કરવામાં આવે તેવી લોકોની માંગ છે

મોરબી જીલ્લામાં રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી વર્ષ ૨૦૧૬ માં કરવામાં આવી હતી ત્યારે રાજ્યના ત્યારના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મોરબી રાજકોટ હાઈવેને ફોનલેન બનાવવાની જાહેરાત કરી હતી અને વર્ષ ૨૦૧૭ ની ચુંટણી પહેલા આ રોડના કામનું ખાતમહુર્ત કરવામાં આવ્યું હતું અને ૨૭૫ કરોડથી વધુના ખર્ચે આ રોડને ફોરલેન બનાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી જે કામને ૨૦/૩/૨૦૧૯ સુધીમાં પૂરું કરવાનું હતું જો કે, અફસોસોની વાતએ છે કે આજે ૨૦૨૩ ના જાન્યુઆરી માહિનામાં પણ હજુ ફોરલેનનું કામ અને ઓવરબ્રિજના કામ અધૂરા છે જેથી કરીને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને આ કામ માટે અત્યાર સુધીમાં ચારથી પાંચ વખત મુદત વધારો આપવામાં આવેલ છે અને વારંવાર મુદત વધારી આપવામાં આવે છે

જેથી કરીને કોન્ટ્રાક્ટને જે રોડનું કામ માર્ચ ૨૦૨૧ માં પૂરું કરવાનું હતું તે આજે ૨૦૨૩ ના જાન્યુઆરી માહિનામાં પણ પૂરું કરેલ છે અને હજુ પણ ઘણું બધું કામ બાકી છે અને અધૂરા કામના લીધે આ રોડ ઉપર છેલ્લા વર્ષોમાં અનેક નાના મોટા અકસ્માતો સર્જાયેલા છે જેમાં નિર્દોષ લોકોના જીવ ગયા છે અને ઘણા લોકોને શરરિક ઇજાઓ પણ થયેલ છે ત્યારે ગોકળગતિ કરતા પણ ધીમું કામ ચાલે છે

જેથી કરીને કામ વહેલું પૂરું કરવામાં આવે અને નવા રોડમાં અનેક સ્થળે ગાબડાં અત્યારથી જ પડી ગયા છે જેથી કોન્ટ્રાક્ટ સામે આકરા પગલાં લેવામાં આવે તેવી માંગ કરેલ છે વધુમાં વાહન ચાલકોના કહેવા મુજબ હાલમાં ઓવરબ્રિજની આસપાસમાં સર્વિસ રોડની હાલત અતિશય દયનીય છે જેથી કરીને પહેલા તો સર્વિસ રોડને સારા બનાવવામાં આવે તે જરૂરી છે નહીં તો અધિકારી અને કોન્ટ્રાક્ટની બેદરકારીના લીધે ભવિષ્યમાં કોઈ નિર્દોષ વ્યક્તિનો અકસ્માતમાં જીવ જાય તેવી શક્યતા છે




Latest News