ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં ખાણ ખનીજ વિભાગની રાજકોટ ફ્લાઈંગ સ્કવોડ દ્વારા એક વાહન પકડાયા બાદ સ્થાનિક અધિકારી જાગ્યા !


SHARE











મોરબીમાં ખાણ ખનીજ વિભાગની રાજકોટ ફ્લાઈંગ સ્કવોડ દ્વારા એક વાહન પકડાયા બાદ સ્થાનિક અધિકારી જાગ્યા !

મોરબીમાં છેલ્લા બે દિવસ દરમિયાન ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરીને ચાર વાહનોને પાસ પરમિટ કે આધાર પૂરાવા વિના ખનીજ પરિવહન કરતાં પકડી પાડવામાં આવ્યા હતા.જેમાં રાજકોટની ફલાઇંગ સ્કવોડે મોરબીમાંથી એક વાહન પકડ્યા બાદ સ્થાનિક તંત્ર દ્વારા અન્ય ચાર વાહનો સામે કાર્યવાહી કરવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી પંથકમાં છેલ્લા ઘણા સમયથી ભારે મોટી માત્રામાં ખનીજ ચોરી અને ગેર કાયદેસર ખનીજ પરિવહન થતું જોવા મળે છે જેમાં મોટાભાગે આધાર પુરાવા કે પરમિટ વિના જ ખનીજ પરિવહન થતું હોય છે.જેમાં આરટીઓ વિભાગ, સ્થાનિક પોલીસ, ખાણ ખનિજ વિભાગ સહિતના સંબંધિત વિભાગો દ્વારા આંખ આડા કામ કરવામાં આવતા હોય છે જેથી કરીને સરકારને ભારે મોટી રેવન્યુની ખોટ સહન કરવી પડે છે તે નરી વાસ્તવિકતા છે.દરમ્યાનમાં રાજકોટ જીયોલોજી સ્કવોડના જે.એન.કરમુર દ્વારા મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલ ઉમિયા હોટલ નજીક વોચ ગોઠવવામાં આવી હતી અને હાર્ડ મોરમ ભરેલ વાહન નંબર જીજે ૩૬ ટી ૭૭૧૫ ને અટકાવીને દંડ વસૂલવાની કાર્યવાહી કરવા માટે વાહન બી ડિવિઝન પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો.

રાજકોટની કાર્યવાહીના પગલે સ્થાનિક ખાણ ખનીજ વિભાગ પણ સફાળું જાગ્યું હોય તેમ ખાણ ખનીજ ભૂસ્તર વિજ્ઞાન વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર રવિ કણસાગરા દ્વારા પણ છેલ્લા બે દિવસમાં જુદી જુદી જગ્યાઓએથી આધાર પુરાવા વિના ખનીજ પરિવહન કરતાં ચાર વાહનો પકડી પાડવામાં આવ્યા હતા.જેમાં મોરબીના ભરતનગર ગામેથી બિનઅધિકૃત રીતે ખનીજ ભરેલ વાહન નંબર જીજે ૧૦ ટી ૯૦૧૮ ના ચાલક અલ્તાફ અબ્દુલ રહે ઠેબા જી.જામનગર તેમજ બિનઅધિકૃત ખનીજ ભરેલ વાહન નંબર જીજે ૧૦ ટીવાય ૭૦૭ ના ચાલક આસીકભાઈ રાઠોડ સામે કાર્યવાહી કરી ખનીજ ભરેલ વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા.તે રીતે જ મોરબીના લક્ષ્મીનગર ગામ પાસેથી બિનઅધિકૃત રીતે ખનીજ પરિવહન કરતાં વાહન નંબર આરજે ૨૭ જીઈ ૨૯૯ ના ચાલક સોહનસિંહ શંકરસિંહ રાજપુત રહે.રાજસ્થાન સામે દંડની કાર્યવાહી કરવા માટે ત્રણેય વાહનોને તાલુકા પોલીસ હવાલે કરવામાં આવ્યા હતા.

તે રીતે જ બીજા દિવસે પણ આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવી હતી અને મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામ પાસેથી આધાર પુરાવા કે પાસ પરમિટ વગર ૨૦ મે.ટન કાર્બોસેલ ખનીજ ભરેલ ડમ્પર નંબર જીજે ૩૬ વી ૫૧૫૫ ને અટકાવીને તેના ચાલક ભરત કનુ ડાભી રહે.ચિત્રાખડા તા.વાકાનેર વાળા સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને દંડ વસૂલવાની કાર્યવાહી કરવા માટે વાહનને તાલુકા પોલીસ હવાલે કરવામાં આવ્યું હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે. અત્રે નોંધનીય છે કે જો ખાણ ખનીજ વિભાગ, આરટીઓ વિભાગ અને સંલગ્ન પોલીસ વિભાગ સહિતના સંબંધિત વિભાગો આ અંગે નિષ્ઠાપૂર્વક કામગીરી કરે તો સો ટકા સરકારની રેવનુ આવક ડબલ થાય તેમ છે પરંતુ આ થતું નથી તે પણ નરી વાસ્તવિકતા છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ લખધીરપુર રોડ ઉપરના રોયલ ટાઇલ્સ નામના કારખાનામાં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવવામાં ઇજાઓ થતા અકબરબિન મોહમ્મદબિન ભટ્ટી (૨૧) રહે.આર્યન સીરામીક મોરબી તેમજ રમજાનભાઈ બિનમોહમ્મદ ભટ્ટી (૨૨) વાળાઓને સિવિલે સારવાર માટે ખસેડાયા હતા બનાવને પગલે તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઇ જિજ્ઞાસાબેન કણસાગરા દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે. જ્યારે માળીયા મીંયાણા તાલુકાના નાના દહીંસરા ગામના જયંતીભાઈ મનજીભાઈ ચાવડા નામનો ૩૩ વર્ષનો યુવાન પોતાનું બાઈક લઈને સવારે નવેક વાગ્યે જતો હતો ત્યારે પાવળીયારી બાજુ જતા જેતપર રોડ ઉપર તેનું બાઈક અન્ય બાઈકની સાથે અથડાતા ઇજાગ્રસ્ત જયંતિભાઈ ચાવડાને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો જેથી તાલુકા પોલીસે આ અંગે નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.






Latest News