વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ઇન્ડિયન ઓવરસીઝ બેન્કના એટીએમ મશીન, પાસબુક પ્રિન્ટર મશીન અને યુપીએસ સહિતની વસ્તુઓમાં તોડફોડ


SHARE









મોરબીમાં ઇન્ડિયન ઓવરસીઝ બેન્કના એટીએમ મશીન, પાસબુક પ્રિન્ટર મશીન અને યુપીએસ સહિતની વસ્તુઓમાં તોડફોડ

મોરબીના સરદાર રોડ ઉપર આવેલી બેંકના એટીએમ મશીન સ્ક્રીનમાં તેમજ પાસબુક પ્રિન્ટર મશીનમાં અને યુપીએસમાં તોડફોડ કરવામાં આવી હોવાની મેનેજર દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આ અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના મહાદેવ હાઇટ્સ નરસંગ સોસાયટી રવાપર રોડ મોરબી ખાતે રહેતા ઇન્ડિયન ઓવરસીઝ બેન્કના મેનેજર હનુમંત અંકુશભાઈ સોલવંકર (ઉંમર ૩૭) દ્વારા એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરી જણાવવામાં આવ્યું હતું કે, ગત તા.૨૫ ડિસેમ્બરના રાત્રિના ૧૦:૩૦ વાગ્યાના અરસામાં સરદાર રોડ ઉપર આવેલ ઇન્ડિયન ઓવરસીઝ બેન્કના એટીએમ મશીનમાં અજાણ્યા શખ્સ દ્વારા તોડફોડ કરવામાં આવી હતી.વધુમાં મેનેજર હનુમંત સોલવંકર દ્વારા જણાવવામાં આવ્યા મુજબ તેઓની બેંકના એટીએમ રૂમમાં આવેલ એટીએમ મશીનની સ્ક્રીનમાં અજાણ્યા શખ્સ દ્વારા તોડફોડ કરવામાં આવી હતી તેમજ રૂમમાં રહેલ પાસબુક પ્રિન્ટ કરવાનું મશીન નીચે પાડી દઈને તેમજ બાજુમાં પડેલ યુપીએસને નીચે પાડી દઈને ઇરાદાપૂર્વક તોડફોડ કરીને બેંકને રૂા.૪૦ હજારનું નુકસાન કરવામાં આવ્યું હતું.હાલ ફરિયાદ નોંધાતા એ ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા બેંક એટીએમ મશીનના રૂમના સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા શખ્સની સુધી પહોંચવા માટે આગળની તજવીજ હાથ ધરી છે.

ઝેરી દવા પી લેતા સારવારમાં

મૂળ બોટાદના રહેવાથી મિથુન ભલાભાઇ પરમાર નામના ૧૯ વર્ષના યુવાને મોરબીના ટંકારા તાલુકામાં આવેલા બંગાવડી ગામે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી.જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો જ્યાંથી બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા એ ડિનિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા બનાવના કારણ અંગે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના વીસીપરામાં આવેલ વીસીપરાના ઢાળીયા પાસેથી ગઈકાલે વહેલી સવારના સાતેક વાગ્યાના અરસામાં ઇજાગ્રસ્ત હાલતમાં રામુભાઈ નામના ઉમર વર્ષ આશરે ૫૦ વર્ષના આધેડને ૧૦૮ વડે અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જ્યાં તેઓને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે.




Latest News