મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

ગુજરાત ગેસની ડિમાન્ડ તળિયે બેસી જતાં ભાવ ઘટાડનું બ્રહ્મ જ્ઞાન !


SHARE









ગુજરાત ગેસની ડિમાન્ડ તળિયે બેસી જતાં ભાવ ઘટાડનું બ્રહ્મ જ્ઞાન !

વિશ્વ કક્ષાના સિરામિક ઉધોગ મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલા છે અને તેમાં સીરામીક પ્રોડક્ટના ઉત્પાદન માટે ગુજરાત ગેસ કંપનીનો નેચરલ ગેસ ઉપયોગમાં લેવામાં આવે છે જો કે, ગુજરાત ગેસ કંપનીનો સૌથી મોટો ગ્રાહક મોરબીનો સિરામિક ઉદ્યોગ છે અને તેમાં સતત ગેસની માંગ ઘટી રહી છે જેથી કરીને ગુજરાત ગેસના ભાવમાં રૂપિયા સાતનો ઘટાડો કરવામાં આવેલ છે જેથી કરીને મોરબીના ઉદ્યોગકારોને હવે સૂડી વચ્ચે સોપારી જેવુ થઈ ગયું છે કેમ કે, ગુજરાત ગેસ કંપનીના ગેસની ડિમાન્ડ તળિયે બેસી ગયેલ છે ત્યારે ગેસના ભાવમાં ઘટડો કરવામાં આવતા હાલમાં તે પ્રોપેન ગેસની સાથે આવીને ઊભો છે પરંતુ આ ભાવ ઘટાડો પહેલા કરવામાં આવ્યો હોત તો મોરબીના ઉદ્યોગકારોને બિન જરૂરી ખર્ચા કરવા પડ્યા ન હોત તેવો ગણગણાટ ઉદ્યોગકારોમાં છે

મોરબી સીરામીક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસનો વપરાશ અગાઉ દૈનિક ૭૭ લાખ ક્યુબીક મીટર થઈ ગયો હતો જો કે, ગુજરાત ગેસ કંપનીના ગેસના ભાવના લીધે ઘણા ઉદ્યોગકારો દ્વારા ગુજરાત ગેસના વિકલ્પ તરીકે હાલમાં પ્રોપેન ગેસનો ઉપયોગ શરૂ કરી દેવામાં આવ્યો છે જેથી કરીને ગેસની માંગમાં છેલ્લા ઘણા સમયથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે એટ્લે જ તો અગાઉ ગેસના ભાવ ઇન્ટર નેશનલ માર્કેટમાં ઊંચા હતા તો પણ ગેસ કંપની દ્વારા ગેસના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો તો પણ નેચરલ ગેસની માંગમાં વધારો થયેલ નથી અને ક્રમશઃ મોરબીના ગુજરાત ગેસનો ઉપયોગ ઘટી રહ્યો છે અને આજની તારીખે મોરબીની આસપાસના સિરામિક ઉદ્યોગમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ માત્ર ૧૫ લાખ કયુબિક મીટર ગેસનો વપરાશ કરવામાં આવી રહ્યો છે ત્યારે ગુજરાત ગેસ કંપનીની ડિમાન્ડ તળિયે બેસી ગયેલ છે જેથી કરીને સતત ગેસના ભાવમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે જેથી કરીને ઉદ્યોગકારોમાં થતી ચર્ચા મુજબ ગુજરાત ગેસની પાઇપ લાઇનમાં બીજી કંપનીનો ગેસ નાખવા માટેની છૂટ આપવામાં આવી નથી તો પણ અહીના ઉદ્યોગકારોએ જે રીતે કોઠા સૂઝથી અહી વિશ્વ કક્ષાનો સિરામિક ઉદ્યોગ શરૂ કર્યો છે તેવી જ રીતે ગેસનો પણ વિકલ્પ શોધી લીધો છે જેથી ગુજરાત ગેસની માંગમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે ભાવ ઘટડો કરવાની બ્રહ્મ જ્ઞાન કંપનીને લાગી રહયું છે




Latest News