મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

આયુષ્યમાન ભારત યોજના: મોરબી જીલ્લામાં ૧૩ હજારથી વધુ દર્દીઓને ૨૮ કરોડથી વધુની સહાય એનાયત


SHARE









આયુષ્યમાન ભારત યોજના: મોરબી જીલ્લામાં ૧૩ હજારથી વધુ દર્દીઓને ૨૮ કરોડથી વધુની સહાય એનાયત

ગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબ પર આવેલી આકસ્મિક બીમારીની આફતના સમયે પરિવાર પર પડેલા ભારણને હળવું કરવામાં સરકાર સફળ થઈ છે. ઘરમાં આવેલી આકસ્મિક બીમારીના સંજોગોમાં સરકાર ઘરના જવાબદાર સભ્યની જેમ કુટુંબ સાથે અડીખમ ઉભી છે. સરકારે આપેલું આયુષ્યમાન કાર્ડ એ સમયમાં પરિવાર માટે આશીર્વાદથી જરાય ઉતરતું નથી તેવું ગુજરાતના જન જન નો અવાજ છે.

ગત વર્ષ-૨૦૨૨ માં ગુજરાતના લાખો ચિંતિત ચહેરા પર સ્મિતની આભા બનીને મહેકી છે આયુષ્યમાન ભારત યોજના. આ સુવાસના ભાગીદાર બન્યા છે મોરબીના ૧૩ હજારથી વધુ લોકો. મોરબી જિલ્લામાં ૨.૫૦ લાખથી વધુ લોકો આયુષ્યમાન ભારત યોજના સાથે જોડાયેલા છે. જે થકી ગત વર્ષ દરમિયાન સરકારી દવાખાના, આરોગ્ય કેન્દ્રો અને ખાનગી દવાખાનામાં સામાન્ય કે ગંભીર બીમારીની સારવાર મેળવેલા ૧૩ હજારથી વધુ દર્દીઓ કે તેમના પરિજનોને સારવારના ખર્ચનું ભારણ વેઠવું પડ્યું નથી. ગત વર્ષે આ ૧૩ હજારથી વધુ દર્દીઓને સરકાર દ્વારા ૨૮ કરોડથી વધુની સહાય એનાયત કરવામાં આવી છે.

આયુષ્યમાન ભારત યોજના ગરીબ તેમજ મધ્યમ વર્ગના પરિવારો માટે અભિન્ન અંગ બની ગઈ છે. ખાનગી હોસ્પિટલની બહાર બેઠેલા એક માજીએ ખૂબ સારી વાત કરેલી. અંદર તેમનો પુત્ર સારવાર હેઠળ હતો અને તેઓ બહાર બેઠેલા હતા ત્યારે પુત્રવધુએ આવીને પૂછ્યું કે, માજી સારવારના ખર્ચનું શું થશે ? ત્યારે તેમણે ખુબ સરસ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે, આપણે ચિંતા શાની, સારવારના ખર્ચની ચિંતા તો સરકાર કરશે આયુષ્યમાન કાર્ડ જો છે આપણી પાસે !

આવા હજારો પરિવારોનો એક જ સૂર છે કે, આયુષ્માન કાર્ડથી તેમણે ખાનગી દવાખાનામાં આકસ્મિક સારવાર લેવી પડે તો પણ સહેજે ચિંતા નથી, આયુષ્યમાન કાર્ડ તો છે તેમની પાસે. આયુષ્માન કાર્ડ થકી યોગ્ય અને અદ્યતન સારવાર લઈ અનેક લોકો તેમનું જીવન સહજતાથી જીવી રહ્યા છે. ક્યાંક ગૃહિણી ફરીથી તેમના ઘરકામમાં વ્યસ્ત બની છે તો ક્યાંક કોઈ મજૂર તેમના વ્યવસાયમાં ફરી પાછા સરળતાથી જોડાઈ શક્યા છે.

સમગ્ર દેશની સાથે ગુજરાતમાં પણ આયુષ્યમાન યોજના લોકો માટે અનિવાર્ય બની ચૂકી છે. ગુજરાતમાં ૧૯૭૪ સરકારી અને ૮૫૩ ખાનગી દવાખાના ખાતે આયુષ્યમાન કાર્ડ થકી અદ્યતન સારવાર નિ:શુલ્ક પણે ઉપલબ્ધ બની છે. ગુજરાત ક્લેમ્સ નોંધણીમાં પણ અવ્વલ છે. આમ, આજે આયુષ્યમાન કાર્ડ યોજના એટલે ગુજરાતના જન જનની યોજના.




Latest News