ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના જલારામ મંદિરે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૪૫૬ દર્દીઓએ લાભ લીધો


SHARE











મોરબીના જલારામ મંદિરે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૪૫૬ દર્દીઓએ લાભ લીધો

મોરબી જલારામ મંદિર ખાતે પંકજભાઈ કોટક (નવસારી વાળા) પરિવારના સહયોગથી યોજાયેલ  વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પમાં ૪૫૬ દર્દીઓએ લાભ લીધો હતી અને અત્યાર સુધીના ૧૭ કેમ્પમાં કુલ ૫૩૩૯ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું છે

સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટશ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની ૪ તારીખે શહેરના શ્રી જલારામ પ્રાર્થના મંદિરઅયોધ્યાપુરી રોડમોરબી ખાતે યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત તા.૪ ને બુધવારના રોજ સવારે ૯ થી ૧ કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો. જેમા ૪૫૬ દર્દીઓએ કેમ્પ નો લાભ લીધો હતો તે ઉપરાંત ૨૬૦ લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવામા આવ્યા હતા

રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ,ડો. અલ્કેશભાઈ ખેરડીયાહેમુભાઈ પરમારઆદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખ ના દર્દી ઓ ની તપાસ કરવા મા આવી  હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામા આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા ની વ્યવસ્થા તથા રહેવાજમવાચા-પાણીનાસ્તોચશ્માટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવા મા આવી રહી છે. આ મહિને પંકજભાઈ કોટક (નવસારી વાળા) પરિવારના સહયોગથી કેમ્પ યોજવામા આવેલ હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ મંદિર ખાતે ગત ૧૬ માસ દરમિયાન યોજાયેલ નેત્રમણી કેમ્પ મા કુલ ૪૮૮૩ લોકોએ  લાભ લીધેલ છે તેમજ કુલ ૨૧૮૦ લોકો ના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવા મા આવેલ છે ત્યારે પ્રવર્તમાન માસે યોજાયેલ કેમ્પ મા કુલ ૪૫૬ લોકોએ લાભ લીધો હતો તેમજ ૨૬૦ લોકો ના વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન કરવા માં આવ્યા હતા. આ કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણીભાવીનભાઈ ઘેલાણી,અનિલભાઈ સોમૈયાજયેશભાઈ કંસારાચિરાગ રાચ્છ,અમિત પોપટનિર્મિતભાઈ કક્કડજયંતભાઈ રાઘુરાસંજય હીરાણીહીતેશ જાનીકીશોરભાઈ ઘેલાણીદીનેશભાઈ સોલંકીફીરોઝ ભાઈ તથા શ્રી જલારામ સેવા મંડળશ્રી જલારામ મંદિર મહીલા મંડળઆંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી






Latest News