ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મારી સામેના આક્ષેપનું એક પ્રુફ જો આપે તો માત્ર જાહેર જીવન નહીં મોરબી પણ મૂકી દઇશ: અજય લોરીયા


SHARE











મારી સામેના આક્ષેપનું એક પ્રુફ જો આપે તો માત્ર જાહેર જીવન નહીં મોરબી પણ મૂકી દઇશ: અજય લોરીયા

મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ સેવા એજ સંપત્તિ ટ્રસ્ટની ઓફિસ ખાતે અજય લોરીયાની પત્રકાર પરિષદ યોજાઇ હતી અને તેને રાજકીય રીતે તેમજ સામાજિક રીતે પાડી દેવા માટે થઈને છેલ્લા દિવસોથી જે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તેના ખુલાસા અજય લોરીયા દ્વારા કરવામાં આવ્યા હતા અને ખાસ કરીને આગામી સમયમાં લોકોને તેના ઉપર અવિશ્વાસ નહીં હોય તો પાટીદાર નવરાત્રી જે રીતે વર્ષ ૨૦૧૭ થી થાય છે તેવી જ રીતે ચાલુ રાખવામાં આવશે તેવી ગર્જના કરી હતી અને તેની સાથોસાથ તેને કહ્યું હતું કે, સારા કામ કરવા માટે દુશ્મની થતી હોય છે અને દુશ્મની કરવા માટે અમે તૈયાર છીએ પણ રાજકીય અને સામાજિક રીતે પાડી લેવા માટે થઈને બીજાના પરિવારનો ઉપયોગ ન કરવો જોઈએ તેવી ટકોર કરી હતી અને આગામી સમયમાં તેના ઉપર ગમે ત્યારે જીવલેણ હુમલો થઈ શકે છે તેવી દહેશત પણ વ્યક્ત કરી છે

મોરબીમાં એક દંપતીના ઝઘડા બાદ છેલ્લા ઘણા સમયથી અજય લોરીયાનું નામ ચર્ચામાં છે તેવામાં આજે મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલની સામેના ભાગમાં સેવા એજ સંપત્તિ ટ્રસ્ટની ઓફિસ ખાતે અજય લોરીયાની પત્રકાર પરિષદ યોજાઇ હતી ત્યારે પાટીદાર નવરાત્રી સાથે જોડાયેલા ૧૨૫ માંથી ૧૦૦ જેટલા યુવાનો ત્યાં હાજર રહ્યા હતા અને પાટીદાર નવરાત્રીમાંથી તેની હકલપટ્ટી કરવામાં આવી છે તેવી બાર લોકોની સહી સાથેની જે પ્રેસ નોટ અગાઉ જાહેર કરવામાં આવી હતી તે ૧૨ પૈકીના સાતથી આઠ લોકોને તો આ નિર્ણય લેવાની સત્તા પણ નથી તેવું અજય લોરીયાએ આ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું

છેલ્લા દિવસોથી તેના ઉપર જે યેનકેન પ્રકારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તેમાં કોઈ પણ પ્રકારનું પ્રુફ જો નગર દરવાજાના ચોકમાં આપવામાં આવશે તો અજય લોરીયા ના માત્ર જાહેર જીવન પરંતુ મોરબી પણ મૂકી દેશે તેવી તેણે ખુલ્લી ચેલેન્જ ફેકી હતી વધુમાં તેને પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે પાટીદાર નવરાત્રીને ડેમેજ કરવા માટે છેલ્લા ઘણા સમયથી હરીફ સંસ્થા દ્વારા કાવતરા કરવામાં આવતા હતા અને હવે પાટીદાર યુવા શક્તિના નામથી ફેસબુકમાં ફેક આઈડી બનાવીને તેમાં ગેમ પ્રકારના મેસેજ મુકવામાં આવી રહ્યા છે અને પાટીદાર નવરાત્રીમાં જે દાતાઓ તરફથી સહયોગ આપવામાં આવે છે તેના ઘર સુધી જવામાં આવે છે જેથી કરીને અજય લોરીયાની સાથે વાંધો હોય તો તેની સામે સીધા આવો તેવો લલકાર કરેલ છે અને બીજાના પરિવારનો ઉપયોગ ન કરવો જોઈએ તેવી ટકોર કરી હતી

અંતમાં તેને જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૭ થી તેના દ્વારા પાટીદાર નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે અને જો લોકોને તેના ઉપર અવિશ્વાસ નહીં હોય તો આગામી દિવસોમાં પણ પાટીદાર નવરાત્રીનું આયોજન તેની ટીમ દ્વારા ચાલુ જ રાખવામાં આવશે અને છેલ્લા દિવસોથી જે રીતે તેને રાજકીય અને સામાજિક રીતે પાડી દેવા માટે કાવતરાઓ કરવામાં આવી રહ્યા છે તે જોતા આગામી દિવસોમાં તેના ઉપર જીવલેણ હુમલો પણ કરવામાં આવે તેવી શક્યતા તેને વ્યક્ત કરી હતી અને એવું પણ જણાવ્યું હતું કે સારા કામ કરવા માટે થઈને દુશ્મની કરવી પડતી હોય છે અને તે દુશ્મની કરવા માટે પણ અમે તૈયાર છીએ પણ સારા કામ બંધ કરવામાં આવશે નહીં






Latest News