વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેરના મક્તાનપર પાસે વાડીના પડામાંથી દારૂની ૧૫ બોટલ ઝડપાઇ: બે શખ્સો સામે ગુનો નોંધાયો


SHARE









વાંકાનેરના મક્તાનપર પાસે વાડીના પડામાંથી દારૂની ૧૫ બોટલ ઝડપાઇ: બે શખ્સો સામે ગુનો નોંધાયો

વાંકાનેર તાલુકાના વડુસરથી મક્તાનપર ગામ તરફ જવાના રસ્તા ઉપર વાડીના પડામાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની ૧૫ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૫૬૨૫ ની કિંમતનો દારૂનો જથ્થો કબજો કર્યો છે અને બે શખ્સોની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણમાં મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકા પોલીસની ટીમને મળેલ બાતમી આધારે પોલીસે વાંકાનેર તાલુકાના વડુસર ગામથી મકતાનપર ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ રણજીતભાઈ શંકરભાઈ કોળીની પડામાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી કુલ મળીને દારૂની ૧૫ બોટલો મળી આવી હોય પોલીસે ૫૬૨૫ ની કિંમતના દારૂના જથ્થાને કબજે કર્યો હતો જોકે આરોપી સ્થળ ઉપર હાજર ન હોવાથી હાલમાં મોરબી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સિંધાભાઈ કરમશીભાઈ અબાસણીયા તથા રણજીતભાઈ શંકરભાઈ કોળી રહે. બંને મકતાનપર તાલુકો વાંકાનેર વાળાની સામે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બે બાઈક સામસામા અથડાતા બેને ઈજા

મોરબીના રહેવાસી સોમાભાઈ મેરાભાઇ કોળી નામના ૭૩ વર્ષના વૃદ્ધા હળવદ રોડ નીચી માંડલ ગામની પાસેથી બાઇકમાં જતા હતા ત્યારે એસાર પંપની પાસે તેમનું બાઇક અજાણ્યા બાઈક સાથે અથડાતા જમણા પગ અને માથાના ભાગે ઈજા થતા સોમાભાઇને સારવાર માટે મોરબીની હોસ્પીટલે ખસેયાયા હતા. જ્યારે સામેના બાઈકના ચાલક પ્રકાશભાઈ રમેશભાઈ સોલંકી નામના ૨૦ વર્ષના બાઈક ચાલકને ઈજા પહોંચતા તેને પણ સારવાર માટે ખસેડાયો હતો.આ અકસ્માતના બનાવને પગલે તાલુકા પોલીસ મથકના જિજ્ઞાસાબેન કણસાગરા દ્વારા આ બનાવ અંગે તપાસ કરવામાં આવી રહી છે.

આધેડ મહિલાને ઈજા

મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસની સામે મફતપરા વિસ્તારમાં આવેલ ભારતનગરમાં રહેતા પુરીબેન ચમનભાઈ અદગામા નામના ૫૨ વર્ષીય મહિલાને તેમના ઘર પાસે મારામારીના બનાવમાં ઈજા થતા સારવારમાં ખસેડાયા હતા. જ્યારે મોરબીના સામાકાંઠે માળિયા ફાટક પાસે આવેલ કાંતિનગર વિસ્તારમાં રહેતા અહેમદભાઈ વલીમામદભાઈ નારેજા નામનો યુવાન મોરબીના ઘુંટો રોડ ઉપર રામકો સોસાયટી નજીક આવેલ નવસર્જન સ્કૂલ પાસે બોલેરોના પાછળના ભાગમાં બેસીને જતા હતા ત્યારે રસ્તામાં બમ્પ આવતા બોલેરોમાંથી નીચે પડી ગયા હતા અને તેઓને ઈજા થતા શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હતા




Latest News