વિશ્વ પર્યાવરણ દિવસ: મોરબી જિલ્લામાં ૬૦૦ જેટલા રોપાઓનું વાવેતર અને ૧૫૦૦ રોપાનું નિઃશુલ્ક વિતરણ મોરબી RTO કચેરી દ્વારા વિવિધ વાહનોની જૂની સિરીઝના ફેન્સી નંબરો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકાશે મોરબી કલેક્ટર કોર્ટમાં વહીવટી પારદર્શિતા માટે ઓપન કોર્ટ અભિગમ અને iRCMS પોર્ટલ થકી કેસની પ્રક્રિયા બની અત્યંત ઝડપી-પ્રજાભિમુખ પરંપરાગત ખેતીથી આધુનિકતા તરફ પ્રયાણ; મોરબી જીલ્લામાં બાગાયત વિભાગની સહાય યોજના હેઠળ ખેડૂતો બન્યા આત્મનિર્ભર મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મેયર સહિતની ટીમે પ્રસાદનું વિતરણ કર્યું મોરબીમહાપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મેયરની હાજરીમાં વૃક્ષારોપણ કરાયું રેન્જ આઇજી ચિરાગ કોરડીયાનું મોરબીમાં સિરામિક એસો. દ્વારા ભગવાન રામની પ્રતિમા અર્પણ કરીને કરાયું સ્વાગત કચ્છ-મોરબીના રેન્જ આઇજી ચિરાગ કોરડીયા આજે મોરબીમાં: અધિકારીઓએ સાથે સમિક્ષા બેઠક યોજાઇ, ખનીજ માફિયાઓ સામે આકરી કાર્યવાહીના સંકેત
Breaking news
Morbi Today

મોરબીના રેલ્વે સ્ટેશન સુધી લાંબા અંતરની ટ્રેન નિયમિત ટ્રેન માટે સતત લડવું અનિવાર્ય


SHARE











મોરબીના રેલ્વે સ્ટેશન સુધી લાંબા અંતરની ટ્રેન નિયમિત ટ્રેન માટે સતત લડવું અનિવાર્ય

મોરબી રેલ્વે સ્ટેશને અઠવાડિક બે લાંબા અંતરની ટ્રેન (ભૂજ થી બાંદ્રા અને કામખ્યા જતી ૧-૧)આખા દિવસની ૮ ડેમુ જેમાંથી હાલ ૩ જાવક ૩ આવક (મોરબી-વાંકાનેર-મોરબી) એ પણ સૌરાષ્ટ્ર મેલને અનુકુળ નહી તે રીતે ચાલે છે પણ સ્ટેશન જૂઓ તો જમાવટ પાડી દે તેવું છે અને જનાવર પણ લઘુ શંકા કરવા આવતા વિચારે ત્યાં સ્કૂટર અને કાર પાર્કિંગએ પણ પેઈડ ! ની વ્યવસ્થા કરવામાં આવી છે આટલું જ નહીં પરંતુ  રિઝર્વેશન બુકિંગ માટે માત્ર ૧ બારી ચાલુ છે જેથી કરીને તહેવારોના દિવસમાં મુસાફરોને ઘણું હેરાન થવું પડે છે

મોરબીની આસપાસમાં વિશ્વ કક્ષાનો સિરામિક ઉદ્યોગ આવેલ છે તો પણ ઉદ્યોગકારોને આજની તારીખે તેને છેલ્લે કયારે ટ્રેનમા મુસાફરી કરી હતી તે યાદ કરવું પડે છે ! જો કે, દેશભરમાંથી વ્યાપારીઓ અને શ્રમિકો અમદાવાદ કે રાજકોટ ફ્લાઈટમા ન આવી શકે તેના માટે મોરબીના રેલ્વે સ્ટેશન સુધી ટ્રેન દોડાવવામાં આવે તે જરૂરી છે અત્રે ઉલેખનીય છે કે, ભૂતકાળમા મોરબી ચેમ્બર ઓફ કોમર્સ અને બે ત્રણ સમાજ સેવા કરતા લોકો મહેનત કરીને સાંસદ અને રેલ્વે મંત્રાલય પત્રો લખવામાં આવ્યા હતા તો પણ સુવિધામાં કોઈ વધારો થયેલ નથી જેથી કરીને અહીના મુસાફરોને વાંકાનેર કે રાજકોટ સુધી બસમા કે ખાનગી વાહનમા રાજકોટ જઈ ટ્રેન પકડવી પડે છે આટલું જ નહીં મોરબીના રાજપર રોડ ઉપર સ્ટેટના વખતમાં એરપોર્ટ હતું તેને નવું બનાવવા માટે છેલ્લા ઘણા સમયથી વાતો કરવામાં આવી રહી છે જેનું કામ હજુ સુધી દીવાલથી આગળ વધ્યું નથી ત્યારે આ એરપોર્ટ શરૂ કયારે થશે તે સૌથી મોટો સવાલ છે ત્યારે અહીના આગેવાનો, નેતા અને સ્થાનિક લોકોને સમયસર જાગવું પડશે અને સતત સરકારમાં માંગણી કરતાં રહેવું પડશે અને ખાસ કરીને લાગતા વળગતાને રજૂઆતો કરવી પડશે તો જ મોરબીને લાંબા અંતરની ટ્રેન મળે તેવી શક્યતા છે






Latest News