દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા
Breaking news
Morbi Today

મોરબીમાં વિદેશ રોજગાર તેમજ કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાયો


SHARE









મોરબીમાં વિદેશ રોજગાર તેમજ કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાયો

મોરબી રોજગાર વિનિમય કચેરી તથા વિદેશ રોજગાર સેલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે નવયુગ કોલેજ અને મોરબીની શ્રીમતિ એમ.પી.શેઠ ગર્લ્સ હાઇસ્કુલ ખાતે વિદેશ રોજગાર તથા વ્યવાસાયિક અને કારકિર્દી માર્ગદર્શન અંગેના સેમીનારનું અયોજન કરવામાં આવ્યું હતું.

આ સેમીનારમાં રોજગાર કચેરીની સેવા, વિદેશ રોજગાર સેલની કામગીરી, વિદેશ રોજગાર, વિઝા, પાસપોર્ટ, એજ્યુકેશન લોન, અનુંબધમ પોર્ટલ વિશે માહિતી, ધો. ૧૦ અને ૧૨ પછી મળતા વિવિધ સ્કોપ, ડીપ્લોમાં તેમજ ડીગ્રી, આઈ.ટી.આઈ. સહિત વિવિધ ક્ષેત્રોમાં ઉજ્વળ કારકિર્દી બનાવવા માટે યોગ્ય માર્ગદર્શન આપવામા આવ્યું હતું. આ ઉપરાંત સરકારી અને પ્રાઇવેટ સેક્ટર માં રહેલ નોકરીના તકો વિશે માહિતી આપવામાં આવી હતી જેનો અંદાજીત ૨૮૦ થી વધુ વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. આ સેમીનારમાં વિદેશ રોજગાર સેલ(રાજકોટ)ના અલતાફ દેરયા અને જિલ્લા રોજગાર કચેરી- મોરબીના ચતુરભાઈ વરાણીયાએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું તેવું મોરબી જિલ્લા રોજગાર અધિકારી મનિષા સાવલીયાની યાદીમાં જણાવાયું છે.




Latest News