મોરબીના રવાપર નદી ગામ નજીકથી ૫૭ બોટલ દારૂ ભરેલ રિક્ષા સાથે એક પકડ્યો : એકની શોધખોળ
વ્યાજખોરોમાં ફફડાટ: મોરબીમાં આઇજીની જનસંપર્ક સભા બાદ ૨૩ વ્યાજખોરોની સામે ૧૨ ગુના નોંધાયા, ૯ ની ધરપકડ
SHARE
વ્યાજખોરોમાં ફફડાટ: મોરબીમાં આઇજીની જનસંપર્ક સભા બાદ ૨૩ વ્યાજખોરોની સામે ૧૨ ગુના નોંધાયા, ૯ ની ધરપકડ
મોરબી જીલ્લામાં વ્યાજખોરોના ચક્રમાં ફસાયેલા લોકોને તેના ચંગુલમાંથી છોડાવવા માટે મોરબીમાં રેન્જ આઇજી અશોક યાદવ તેમજ મોરબી માળિયા વિધાનસભા બેઠકને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ધ્રાંગધ્રા હળવદ બેઠકના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને વાંકાનેર કુવાડવા બેઠકના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની હાજરીમાં જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વ્યાજખોરના ચક્રોમાં ફસાયેલા ભોગ બનેલા લોકો દ્વારા નિર્ભય બનીને રજૂઆતો કરવામાં આવી હતી અને ત્યાર બાદ તાત્કાલિક આ લોકોની ફરિયાદો પણ લેવામાં આવી હતી અને એક જ દિવસમાં મોરબી જીલ્લામાં મોરબી, માળીયા, ટંકારા અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ૧૨ વ્યક્તિઓ દ્વારા ૨૩ વ્યાજખોરોની સામે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેના આધારે પોલીસે અત્યાર સુધીમાં કુલ મળીને નવ આરોપીને પાકી લેવામાં આવેલ છે અને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.
હળવદ તાલુકામાં જુદાજુદા બે વ્યક્તિઓએ વ્યાજખોરો પાસેથી પોતાની જરૂરિયાત સમયે વ્યાજે પૈસા લીધા હતા ને ત્યારબાદ લીધેલા પૈસા કરતાં વધુ રકમ ચૂકવી દીધી હોવા છતાં પણ તેના વાહન બળજબરીથી કબજે કરી લેવામાં આવ્યા હતા જેથી કરીને હાલમાં ભોગ બનેલ વ્યક્તિઓ દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુદી જુદી બે ફરિયાદ વ્યાજખોરોની સામે નોંધાવવામાં આવતા પોલીસે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે રજવીજ શરૂ કરેલ છે.
હળવદના રાણેકપર રોડ ઉપર આવેલ મહર્ષિ રેસિડેન્સીમાં રહેતા અને ક્લાસીસનો ધંધો કરતા અમનભાઈ ઈશ્વરભાઈ ભલગામા જાતે પ્રજાપતિ (૩૦) એ ભરતભાઈ રાણાભાઇ રબારી રહે. કવાડિયા ગામ વાળાની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, આરોપી પાસેથી તેને ચાર લાખ રૂપિયા લીધા હતા જેની સામે તેણે ૭.૧૦ લાખ આરોપીને ચૂકવી દીધા હતા તેમ છતાં પણ બે લાખ રૂપિયા ૬ મહિનાના વ્યાજ સાથે વસૂલ કરવા માટે રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને તારી પાસે રૂપિયા ન હોય તો તે મારે જોવાનું નથી મારે રૂપિયા જોઈએ અને રૂપિયા ન હોય તો ગાડી મૂકી જા કહીને બળજબરી પૂર્વક ફરિયાદીની હોંડા એમેજ કાર નં. જીજે ૩૬ એલ ૩૦૬૮ જેની કિંમત ૬.૩૦ લાખ પડાવી લીધી હતી જેથી કરીને યુવાને નોંધ આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
હળવદમાં આવેલ વિનોબા ગ્રાઉન્ડ પાસે રહેતા રીટાબેન અશ્વિનભાઈ રાઠોડ જાતે કોળી (૩૦) એ હાલમાં હળવદ માર્કેટિંગ યાર્ડની સામે રહેતા બટુકભાઈ બાબુભાઈ ઠાકોરની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, આરોપી પાસેથી ૫૦૦૦૦ રૂપિયા વ્યાજે લીધા હતા જેની સામે વ્યાજ અને મુદ્દલ મળીને ૫૬૦૦૦ ચૂકવી દીધેલ છે તેમ છતાં પણ ૫૦૦૦૦ રૂપિયા બાકી છે તમારી પાસેથી રૂપિયા લેવાના છે તેવું કહીને પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને ત્યારબાદ ફરિયાદીના પતિની સીએનજી રીક્ષા નં. જીજે ૩૬ યુ ૭૩૮૬ જેની કિંમત દોઢ લાખ રૂપિયા આરોપીએ બળજબરીથી પડાવી લીધેલ છે જેથી ભોગ બનેલ મહિલા દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
મોરબી નજીકના ઘુટુ રોડ ઉપર આવેલ ઉમા રેસીડેન્સીમાં રહેતા રાજેશભાઈ શામજીભાઈ જોટાણીયા જાતે પટેલ (૩૪) એ હાલમાં માળીયા મિયાણા પોલીસ સ્ટેશન ખાતે જીતુભાઈ ગજીયા રહે. ખાખરાળા અને કુલદીપભાઈ દરબારની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે આરોપી પાસેથી તેણે ૩.૫૧ લાખ લીધા હતા ત્યારે તેની પાસેથી આરોપીઓએ કાગળોમાં સહી કરાવી લીધી હતી અને આજ દિવસ સુધીમાં રૂપિયાના વ્યાજ સહિત કુલ મળી ૧૯.૬૦ લાખની આરોપીઓ દ્વારા માંગણી કરવામાં આવી રહી છે અને તેની અવેજીમાં ફરિયાદીના ખેતરની જમીન પચાવી પાડવાની ધમકી આપી વ્યાજ અને મુદ્દલ રકમ ચૂકવવા પઠાણી ઉઘરાણી કરી રહ્યા છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા માળીયા મિયાણા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મોરબીના ધરમપુર રોડ ઉપર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા ઈકબાલભાઈ કરીમભાઈ સમાતરી જાતે સંધિ (૪૨) એ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રતિકભાઇ દશરથભાઈ ડાયમા રહે. કંડલા બાયપાસ રોડ ૨૫ વારીયા મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેને રૂપિયાની જરૂરિયાત હતી ત્યારે તેણે આરોપી પાસેથી પાંચ લાખ રૂપિયા ૧૦ ટકા વ્યાજે લીધા હતા અને ત્યારબાદ આરોપી દ્વારા બળજબરીથી વ્યાજની રકમ વસૂલ કરવા માટે તેની પાસે રહેલ અલ્ટો કાર નં. જીજે ૩૬ એફ ૬૦૨૬ ભય બતાવીને બળજબરીથી પડાવી લેવામાં આવી હતી અને હજુ પણ વધુ પૈસા પડવાના હેતુથી ફરિયાદી પાસેથી વ્યાજની રકમની ઉઘરાણી કરવામાં આવી રહી છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા નોંધવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સુમતિનાથ નગર મકાન નંબર ૧૧૨ માં રહેતા શીતલબેન હિતેશભાઈ જોષી (૩૬) એ હાલમાં મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશન ખાતે હિતુભા નરેન્દ્રસિંહ ઝાલા રહે. રાજપર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તેના પતિને રૂપિયાની જરૂર હતી ત્યારે તેને ૨૦૦૦૦ રૂપિયા આરોપી પાસેથી લીધા હતા ત્યારે આરોપીએ તેની પાસેથી કોરા ચેકમાં સહી કરાવી લીધી હતી અને ત્યારબાદ તેના પતિનું બાઈક નં. જીજે ૩૬ એન ૦૧૮૩ તેની અસલ આરસી બુક અને ટીટીઓ ફોર્મમાં સહી સાથે લઈ લીધું હતું અને અત્યાર સુધીમાં ૬૬૦૦૦ ની વ્યાજની રકમ મેળવી લીધેલ છે અને તેના પતિ તથા પુત્રને મારી નાખવાનો ભય બતાવવામાં આવી રહ્યો છે તેમજ ધમકી આપી વ્યાજ તથા મુદ્દલની રકમ વસૂલ કરવા માટે હેરાન કરી રહ્યો છે જેથી મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપી હિતુભા નરેન્દ્રસિંહ ઝાલા રહે. રાજપર વાળાની ધરપકડ કરે છે.
મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના કુંતલપુર ગામના રહેવાસી અને હાલમાં મોરબીના સામાકાંઠા વિસ્તારમાં મહેન્દ્રનગર પાસે આવેલ તુલસી પાર્ક સોસાયટીમાં રહેતા અને મટીરીયલ્સના ટ્રેડિંગનું કામકાજ કરતા રાહુલભાઈ નટુભાઈ ઠોરીયા જાતે પટેલ (૩૦) એ કિરણભાઈ બોરીચા રહે. પંચાસર રોડ શ્યામ પાર્ક સોસાયટી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપી પાસેથી તેણે બે લાખ રૂપિયા લીધા હતા અને તેની સામે તેણે ૩.૬૦ લાખ ચૂકવી દીધા હોવા છતાં પણ આરોપીએ વધુ વ્યાજની ઉઘરાણી કરી ફરિયાદીની વેગનાર કાર નં. જીજે ૩૬ ટી ૩૭૮૯ તથા ઈડુંસન્ડબેન્કનો સહી વાળો ચેક બળજબરીથી મેળવી લઈને વ્યાજની પઠાણી ઉઘરાણી કરેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
ટંકારાના ઉમિયાનગરમાં રહેતા અને ખેતી કામ કરતા કાંતિલાલ દેવશીભાઈ તાલપરા જાતે પટેલ (૪૫) એ હાલમાં મહેશભાઈ બોરીચા ફડસર વાળા તથા વિરમભાઈ નાગદાનભાઈ સોઢીયા રહે. ફડસર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, આરોપીઓ પાસેથી તેણે ૭.૩૦ લાખ લીધા હતા અને તેની સામે ફરિયાદીના નામની ઉમિયાનગર સર્વે નંબર ૨૪૭ વાળી સાડા આઠ વીઘા જમીનના કાગડો કરાવી લઈને મહિને પાંચ ટકા લેખે આરોપીઓએ અત્યાર સુધીમાં ૪.૩૦ લાખ રૂપિયા વ્યાજ મેળવી લીધું છે અને છેલ્લા આઠ મહિનાથી આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે તેને વ્યાજ નહીં આપી શકતા આરોપીએ રેવન્યુ શાખામાં જઈને ફરિયાદીની માલિકીની જમીન પોતાના નામે કરવા માટે કાર્યવાહી કરાવી હતી અને ત્યાંથી ફરિયાદીને નોટિસ આપવામાં આવી હતી જેમાં ફરિયાદીએ સહી કરી ન હતી જેથી કરીને ફરિયાદી તથા રજનીકાંતભાઈને ટંકારામાં રોકીને આરોપીઓએ ૧૨ લાખ વ્યાજ અને મુદ્દલની રકમ આજે જ આપવી પડશે અથવા નોટિસમાં સહી કરવી પડશે તેમ કહીને જમીન પોતાના નામે નહીં કરી આપે તો પતાવી દઈશ તેવી મોત નીપજાવવાની ધમકી આપી હતી અને બળજબરી પૂર્વક જમીન પડાવવા નોટિસમાં સહી કરવા માટે થઈને બળજબરી કરી હતી અને પઠાણી ઉઘરાણી કરવામાં આવી હતી જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ રાધે ક્રિષ્ના બી એપાર્ટમેન્ટ ફ્લેટ નં. ૪૦૨ માં રહેતા ભાવિનભાઈ હરેશભાઈ ઠોરીયા જાતે પટેલ (૩૩) એ હાલમાં અમિતભાઈ વસંતભાઈ ડાંગર સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેણે આરોપી પાસેથી બે લાખ રૂપિયા લીધા હતા અને વ્યાજ સહિત ૨.૭૦ લાખ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં પણ આરોપીએ ફરિયાદી પાસેથી વધુ પૈસા ઉપાડવા માટે થઈને બળજબરી પૂર્વ પઠાણી ઉઘરાણી કરી હતી અને ફરિયાદીના ઘરે જઈ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા નોંધવામાં ફરિયાદ આધારે પોલીસે ગુનો નથી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
મોરબીના વજેપર આલાપ રોડ ઉપર આવેલ તિરુપતિ સોસાયટીમાં રહેતા જેઠાભાઈ જીવરાજભાઈ સોનગ્રા જાતે સતવારા (૩૨) એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અશોકભાઈ રબારી રહે. સનાળા, સુરેશભાઈ ખાખરાળા વાળા અને વિમલભાઈ વાણંદ રહે. માધાપર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, આરોપીઓ પાસેથી તેણે ઉંચા વ્યાજે પૈસા લીધા હતા જેમાં અશોક રબારી પાસેથી ૩ લાખ રૂપિયા ૩૦ ટકા લેખે લીધા હતા જેની સામે ૫.૪૦ લાખ રૂપિયા તેને આપી દીધેલ છે અને સુરેશભાઈ પાસેથી તેણે બે લાખ રૂપિયા માસિક રૂપિયા ૩૦ ટકાના વ્યાજે લીધા હતા અને તેની સામે ૧.૨૦ લાખ ચૂકવી દીધા છે તેમજ વિમલભાઈ પાસેથી દોઢ લાખ રૂપિયા ૧૨ ટકાના વ્યાજે લીધા હતા જેની સામે તેને ૫.૯૦ લાખ રૂપિયા પેનલ્ટી સહિત ચૂકવી દીધા હોવા છતાં પણ આરોપી જેમ ફાવે તેમ ગાળો આપે પઠાણી ઉઘરાણી કરી રહ્યા છે અને આ આરોપીઓએ ફરિયાદ પાસેથી કોટક મહિન્દ્રા બેન્કના કોરા ચેકમાં બળજબરીપૂર્વક સહી કરાવીને પઠાણી ઉઘરાણી કરી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મોરબીના સનાળા રોડ ઉપર નવા બસ સ્ટેન્ડની સામેના ભાગમાં આવેલ સ્વસ્તિક એપાર્ટમેન્ટ બ્લોક નં. ૬૦૪ માં રહેતા આશિષભાઈ લાલજીભાઈ અઘારા જાતે પટેલ (૩૦) એ સંદીપભાઈ જગદીશભાઈ શેરસીયા રહે. રવાપર, આશિષભાઈ ધીરુભાઈ રહે. મહેન્દ્રનગર અને રોબિનભાઈ ડુંગરભાઇ ડાભી રહે. મહેન્દ્રનગર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યુ છે કે, આરોપીઓ પાસેથી અલગ અલગ સમયે તેને વ્યાજે પૈસા લીધેલા હતા અને તે આરોપીઓને ઊંચું વ્યાજ ચૂકતે કરી મૂળ રકમ પરત આપેલ હોવા છતાં પણ આ કામના આરોપીઓ દ્વારા ફરિયાદી યુવાન પાસેથી વધુ પૈસા પડાવવા માટે થઈને બળજબરીપૂર્વક પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.
મૂળ મોરબીના જીવાપર ગામના રહેવાસી અને હાલમાં મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ સત્કાર હાઇટ્સના ફ્લેટ નં.૭૦૩ માં રહેતા મકનભાઈ કુંવરજીભાઈ કાલરીયાએ વલ્લભભાઈ જેઠલોજા જાતે પટેલ રહે. રવાપર રોડ મોરબી તથા ઈરફાન નામના બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, આરોપી વલ્લભભાઈ જેટલોજા પાસેથી તેને અલગ અલગ સમયે ૨.૩૫ લાખ રૂપિયા ઉંચા વ્યાજે લીધા હતા જેની સામે તેણે ૯.૮૭ લાખ ચૂકતે કરી દીધેલ છે તેમજ તેના ભાઈ દુર્લભજીભાઈએ આરોપી વલ્લભભાઈ જેઠલોજા પાસેથી ૭૦ હજાર રૂપિયા લીધા હતા જેની સામે ૧.૮૦ લાખ રૂપિયા ચૂકતે કરી દીધા છે તેમ છતાં પણ મારી નાખવાની ધમકી આપીને બળજબરીથી ફરિયાદી તથા સાહેદ પાસેથી બે ચેકમાં સહી કરાવી તથા સોનાની વીંટી લઈ જઈને આરોપીઓએ ફરિયાદી તથા તેના ભાઈ પાસેથી મૂડી અને વ્યાજ સહિત પાંચ લાખ રૂપિયા બળજબરીથી કઢાવવા પઠાણી ઉઘરાણી કરી હતી અને અવારનવાર ફોન કરીને તેમજ રૂબરૂ મળીને ગાળો આપીને બાકી પૈસા વસૂલ કરવા માટે તેને ધમકી આપતા હતા જેથી ભોગ બનેલા ફરિયાદીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીઓને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના બીલીયા ગામે રહેતા જસમતભાઈ છગનભાઈ સાણંદિયા જાતે પટેલ (૬૫) એ પ્રદ્યુમનસિંહ દરબાર રહે. મોટી વાવડી, વિજયભાઈ ધનાભાઈ રાઠોડ રહે. કામધેની પાર્ટી પ્લોટ પાસે કંડલા બાયપાસ મોરબી, મનીષ વાણંદ રહે. ધરમપુર, રણુભાઈ પટેલ રહે. રામેશ્વરનગર થોરાળા, અલ્પેશભાઈ પટેલ રહે. બોની પાર્ક રવાપર રોડ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, ફરિયાદી તથા તેના દીકરા લલિતભાઈની પત્ની બીમાર હતી જે માટે થઈને તેઓએ સારવાર માટે અલગ અલગ સમયે આરોપીઓ પાસેથી અલગ અલગ રકમ ઊંચા વ્યાજે લીધી હતી અને ૫.૮૦ લાખ રૂપિયા લીધા હતા જેની સામે આરોપીઓએ ફરિયાદી તથા સાહેદએ પોતાની મિલકત વેચીને અત્યાર સુધીમાં ૧૧.૩૦ લાખ રૂપિયા ચૂકવી દીધા છે તેમ છતાં પણ આરોપીઓ દ્વારા તેની પાસેથી પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે અને બળજબરીથી રૂપિયા કઢાવવા માટે થઈને નોટિસ મોકલી કોર્ટમાં ફરિયાદી તથા સાહેદોએ આપેલ કોરા ચેક બાબતે કેસ કરવાની ધમકી આપેલ છે જેથી કરીને હાલમાં વૃદ્ધએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે પાંચ પૈકીનાં ચાર આરોપીઓને ઝડપી લીધા છે અને એક આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા રમેશભાઈ રમણીકભાઈ ધામેચા જાતે દરજી (૫૯) એ હાલમાં મહાવીરસિંહ મનુભા જાડેજા રહે. હાલ કાલિકા પ્લોટ મૂળ રહે ભીમકટા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેના ભત્રીજા સુનિલભાઈએ આરોપી પાસેથી વ્યાજે પૈસા લીધા હતા અને વ્યાજે લીધેલ પૈસાનું ઊંચું વ્યાજ ચૂકતે કરી મૂળ રકમ પરત કરી આપેલ હોવા છતાં પણ આરોપીએ ફરિયાદી પાસેથી વધુ પૈસા પડાવવાના હેતુથી બળજબરી પૂર્વક પઠાણી ઉઘરાણી કરી હતી અને ફરિયાદીની દુકાનનો દસ્તાવેજ લઈ દુકાનનું નોટરી લખાણ કરાવી તેમજ તેના ભત્રીજા પાસેથી કોટક મહિન્દ્રા બેન્કના કોરા ચેક લઈ ફરિયાદી અને સાહેદને મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે વ્યાજખોર સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મૂળ મોરબીના જેતપર ગામના રહેવાસી અને હાલમાં મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ મહેન્દ્રનગર ગામ પાસે પ્રભુ કૃપા સોસાયટીમાં રહેતા અનિલભાઈ હીરાલાલભાઈ કંડિયા જાતે પટેલ (૨૫) એ હાલમાં સોહિલભાઈ સુમરા અને ભવ્યરાજસિંહ ગિરિરાજસિંહ ઝાલા રહે. બંને વીરપરડા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, સોહિલ સુમરા પાસેથી તેણે ૫૦૦૦૦ રૂપિયા લીધા હતા અને દરરોજનું ૫૦૦ રૂપિયા લેખે વ્યાજ તેને આપવાનું હતું અને અત્યાર સુધીમાં તેણે ૩.૨૫ લાખ બળજબરીપૂર્વક કઢાવી લીધા છે તેમ છતાં બંને આરોપીઓ ફરિયાદી પાસેથી વધુ ૭૫ હજાર રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી રહ્યા છે અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે જેથી પોલીસે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે બંને શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.









