મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના કોંગ્રેસનાં આગેવાન રમેશભાઈ રબારીની જેતપુર-નવાગઢ પાલિકાના નિરીક્ષક તરીકે વરણી


SHARE









મોરબીના કોંગ્રેસનાં આગેવાન રમેશભાઈ રબારીની જેતપુર-નવાગઢ પાલિકાના નિરીક્ષક તરીકે વરણી

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ હાઉસિંગ બોર્ડમાં રહેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી સેલના ઉપપ્રમુખ તેમજ મોરબી કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારીની પાલિકાની ચૂંટણીને ધ્યાને લઈને  જેતપુર-નવાગઢ નગરપાલિકાના નિરીક્ષક તરીકે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા વરણી કરવામાં આવી છે. જેથી હાલમાં રમેશભાઈ રબારીને શુભકામનાઓ મળી રહી છે

મોરબી માલધારી સમાજના આગેવાન અને નખશિખ કોંગ્રેસી રમેશભાઈ રબારીની આગામી ફ્રેબ્રુઆરી-માર્ચ મહિનામાં રાજ્યમાં વિવિધ જીલ્લાની પાલિકાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આ ચૂંટણી સંદર્ભે રાજકોટ જીલ્લાની જેતપુર-નવાગઢ નગરપાલિકાના નિરીક્ષક તરીકે વરણી કરવામાં આવી છે વધુમાં પ્રદેશના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, રમેશભાઈની જેતપુર-નવાગઢ પાલિકા વિસ્તારમાં ચૂંટણીલક્ષી કામગીરી, કોંગ્રેસ પક્ષના સંગઠનને વધુ મજબુત બનાવવા અંગે, ઉમેદવારની પસંદગી, મંડલ સેક્ટર અને ગ્રામ સમિતિની રચના, બુથ મેનેજમેન્ટ, કોંગ્રેસ પક્ષની વિચારધારા જન જન સુધી પહોંચાડવા અંગેની તથા ચૂંટણીના પરિણામ ન આવે ત્યાં સુધી જીલ્લા, તાલુકા અને પાલિકા વિસ્તારમાં તમામ સાથે સંકલન કરવાની પણ જવાબદારી સોંપવામાં આવી છે. અને આગામી સમયમાં રમેશભાઈ “હાથ સે હાથ જોડો અભિયાન” સંદર્ભે જરૂરી સંકલન કરીને તેમના  વિસ્તારમાં અભિયાન આગળ વધારશે 




Latest News