મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના વિવિધ વિભાગોની કામગીરી અન્વયે દિશા કમિટિની બેઠક યોજાઇ


SHARE









મોરબી જિલ્લાના વિવિધ વિભાગોની કામગીરી અન્વયે દિશા કમિટિની બેઠક યોજાઇ

રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષસ્થાને ‘દિશા’-ડિસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટીની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી જેમાં ધારાસભ્યો હાજર રહ્યા હતા અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી

સાંસદએ બેઠકના મહત્વના એજન્ડાઓ પર ભાર આપી દિશા હેઠળની મહાત્મા ગાંધી નરેગા યોજના, શ્યામા પ્રસાદ મુખરજી રૂર્બન મિશન યોજના, મિશન મંગલમ, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી અને ગ્રામીણ), સ્વચ્છ ભારત મિશન યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, અમૃત, પ્રધાનમંત્રી સડક યોજના, ઈ-ગ્રામ યોજના, સંકલીત બાળ વિકાસ યોજના, નેશનલ હેલ્થ મિશન, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના, સમાજ સુરક્ષા વિભાગની વિવિધ યોજનાઓ, વાસ્મો, સર્વ શિક્ષા અભિયાન, પ્રધાનમંત્રી કૌશલ યોજના સહિત વિવિધ જન કલ્યાણની યોજનાઓ અને વિવિધ કાર્યક્રમો હેઠળ થયેલા કામોની વિગતો જાણી જરૂરી સમીક્ષા કરી હતી અને સંબંધિત વિભાગોને વિવિધ સુચનો કર્યા હતા.

આ ઉપરાંત અંગણવાડીના ખૂટતા મકાનો માટે જુંબેશ ઉપાડી જે તે ગામના સરપંચઓ સાથે સંકલન કરી મનરેગા યોજના હેઠળ તેમની કામગીરી ઝડપી પૂર્ણ કરવામાં આવે તેવી તાકીદ કરી હતી. સાંસદ આદર્શ ગ્રામ હેઠળના ગામોમાં જરૂરી વ્યવસ્થાઓની સમીક્ષા કરી માટેલ ખાતે માટેલ ધરાના પાણીની સ્વચ્છતા જળવાઈ રહે અને રોડને મોટો કરી દર્શાનાર્થીઓની સુવિધા વધારવા માટે જરૂરી કામગીરી કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને વાંકાનેર- કુવાડવા ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ ઉપસ્થિત રહી જરૂરી સુચનો કર્યા હતા. વધુમાં રોડ-રસ્તાના પ્રશ્નોને પ્રાથમિકતા આપવા, લોકો પ્રત્યે સંવેદના દાખવી તેમની સમસ્યાઓનું તાત્કાલિક નિવારણ લાવવા સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું.  

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામ એન.એસ.ગઢવીએ આ બેઠકનું સંચાલન કરી સબંધિત વિભાગના અધિકારીએ દરેક પ્રોજેક્ટમાં થયેલી કામગીરી રજૂ કરી હતી. જેના આધારે કેન્દ્ર તથા રાજ્ય સરકારની સંકલીત યોજનાઓમાં મોરબી જિલ્લાઓમાં થયેલા કામોની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં સાંસદ સાથે કલેક્ટર જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને વાંકાનેર- કુવાડવા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલાબેન ગોહીલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈશિતાબેન મેર, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, વાંકાનેર પ્રાંત અધિકારી એ.એચ. શેરસીયા, હળવદ પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News