મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાંથી ચાર ચોરાઉ બાઇક સાથે ભચાઉનો શખ્સ ઝડપાયો


SHARE









મોરબીમાંથી ચાર ચોરાઉ બાઇક સાથે ભચાઉનો શખ્સ ઝડપાયો

મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી પસાર થતાં બાઇક ચાલકને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસે રહેલ બાઇક ચોરાઉ હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને એલસીબીની ટીમે વધુ પૂછપરછ કરી હતી ત્યારે તેની પાસેથી વધુ ત્રણ ચોરાઉ બાઇક મળી આવ્યા હતા જેથી પોલીસે ચાર ચોરાઉ બાઇક સાથે આરોપીને પકડીને બી ડિવિઝન પોલીસને સોફી આપેલ છે

મળતી માહિતી મુજબ મોરબી એલસીબી ટીમને ત્રાજપર ચોકડી પાસે વોચમ હતી ત્યારે નંબર પ્લેટ વગરનું બાઇક લઈને એક શખ્સ નિકળ્યો હતો તેને રોકીને તેની પાસેથી બાઈકના કાગળો માંગવામાં આવ્યા હતા ત્યારે તે શખ્સ ગલ્લાતલ્લાં કરવા લાગ્યો હતો જેથી કરીને પોલીસે પોકેટ કોપ એપ્લીકેશનથી તે વાહનની ડિટેલને ચેક કરી હતી ત્યારે આ બાઇક ચોરાઉ હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે ચોરાઉ બાઈક સાથે નવઘણ અમરશીભાઈ પરમાર રહે. ભચાઉ કચ્છ વાળાને પકડ્યો હતો અને તેની પૂછપરછમાં તેને મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાંથી વધુ ત્રણ ચોરાવા બાઇક કાઢી આપ્યા હતા જેથી પોલીસે કુલ મળીને ૭૩૦૦૦ ની કિંમતના બાઈક કબજે કરીને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશને આરોપીને સોફી દીધેલ છે




Latest News