મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર મોરબીના મહિલા કોર્પોરેટરને બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટ ખાતે સારવાર હેઠળ
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાન ઉપર છરી વડે હુમલો કરનાર બે પૈકીનાં એક આરોપીની ધરપકડ


SHARE





મોરબીમાં યુવાન ઉપર છરી વડે હુમલો કરનાર બે પૈકીનાં એક આરોપીની ધરપકડ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં નજરબાગ રોડ ઉપર આવેલ બૌદ્ધનગર સોસાયટીમાં રહેતા યુવાનના ઘર પાસે તેનું બાઇક પાર્ક કરેલ હતું તેમાં બે શખ્સો છેડછાડ કરતાં હતા જેથી કરીને અહીંયા કેમ ઊભા છો તેમ કહેતા આરોપીઓને સારું લાગ્યું ન હતું જેથી કરીને ગાળો આપી હતી અને યુવાન ઉપર બે શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો જેની ફરિયાદ નોંધાઈ હતી તેના આહદારે પોલીસે હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે અને એક આરોપીને પકડવા માટે તજવીજ  શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરમાં નજરબાગ રોડ ઉપર રેલવે સ્ટેશનની સામેના ભાગમાં આવેલ બૌદ્ધનગર સોસાયટીમાં રહેતા સુરેશભાઈ ખાનાભાઈ પરમાર (૩૩) એ અક્ષય ઉર્ફે કાનો રતિલાલ મકવાણા તેમજ નિલેશ જયેશભાઈ મકવાણા રહે બંને બોધનગર વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી કે, પોતાના ઘર પાસે તેણે પોતાનું બાઈક ઉભું રાખ્યું હતું ત્યારે બંને આરોપીઓ તેના બાઈક પાસે ઉભા હતા અને બાઈકમાં છેડછાડ કરતા હતા જેથી આરોપીઓને અહીંયા કેમ ઊભા છો તેવું યુવાને પૂછયુ હતું તે આરોપીઓને સારું ન લાગતા આરોપીઓએ તેને ગાળો આપી હતી અને ત્યારે ફરિયાદી ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા બંને શખ્સોએ છરી વડે યુવાન ઉપર હુમલો કર્યો હતો અને ત્યારે અક્ષય ઉર્ફે કાનો મકવાણાએ ફરિયાદી યુવાનને છરી વડે મોઢાના ભાગે ઇજા કરી હતી અને નિલેશ મકવાણાએ છરી વડે તેને માથા અને ગળાના ભાગે ઇજાઓ કરી હતી જેથી કરીને ઈજાગ્રસ્ત યુવાનને સારવારમાં લઈને આવ્યા હતા અને ત્યારબાદ યુવાને બંને શખ્સની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે નિલેશ જયેશભાઈ મકવાણા (૨૩) રહે. બોધનગર વાળાની ધરપકડ કરી છે અને બીજા આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

રિક્ષામાંથી પડી જતા ઇજા
મોરબીના રવાપર રોડ કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા શીતલબેન લાભુભાઈ ખાંભળીયા નામની ૨૮ વર્ષીય મહિલા મોરબીના સામાકાંઠે નજરબાગ રેલવે સ્ટેશન પાસેથી રિક્ષામાં જતા હતા ત્યારે તેઓ રિક્ષામાંથી નીચે પડી જતા ઇજાઓ થતા તેમને સારવાર માટે ખસેડાયા હતા જ્યારે મોરબી વાંકાનેર હાઇવે ઉપર જાંબુડીયા ગામે રહેતા ચંદનકુમારસિંગ અંબિકાસિંગ રાજપુત નામના ૨૭ વર્ષનો યુવાન લાલપર નજીક શ્રીજી ગોલ્ડ સિરામિક પાસે વાહન અકસ્માતના બનાવવામાં ઇજાઓ પહોંચતા તેને સિવિલે સારવાર માટે ખસેડાયો હતો જેથી તાલુકા પોલીસ મથકના જસપાલસિંહ જાડેજા દ્વારા આ અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે.

રીક્ષા પલટી
ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા આશિષભાઈ કાંતિલાલ વિઠલાપરા નામના ૩૦ વર્ષના યુવાનને વહન અકસ્માતના બનાવમાં ઈજા પહોંચતા સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને પોલીસને જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ. ચાવડાએ તપાસ કરતાં ખુલી હતું કે મોરબી રાજકોટ હાઇવે ઉપર અજંતા ક્લોક નજીક આવેલ વિરાટ કાંટા પાસે રીક્ષા પલટી મારી જવાનો બનાવ બન્યો હતો જે બનાવવામાં આશિષ વિઠલાપરને ઇજાઓ પહોંચતા તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લવાયો હતો.




Latest News