મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું
Breaking news
Morbi Today

મોરબીમાં ઓવરટેક કરવા જતાં અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનારા કાર ચાલકની ધરપકડ


SHARE







મોરબીમાં ઓવરટેક કરવા જતાં અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનારા કાર ચાલકની ધરપકડ

મોરબીના જુના ઘૂટું રોડ ઉપર સોનેટ સીરામીક કારખાના પાસેથી પસાર થતી રીક્ષાનો ઓવરટેક કરવા જતા સમયે કાર ચાલકે રિક્ષાને ઠોકર મારી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ અકસ્માતના બનાવવામાં રિક્ષામાં બેઠેલ યુવાનને શરીર ગંભીર ઇજાઓ થયેલ હોવાથી તેનું મોર નીપજયું હતું અને તેના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલકની ધરપકડ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રામદેવપીરના મંદિર પાસે રહેતા સુનિલભાઈ દેવશીભાઈ સુરેલા જાતે કોળી (ઉંમર ૨૫) એ થોડા દિવસો પહેલા સ્વિફ્ટ ડિઝાયર કાર નં જીજે ૩૬ એલ ૦૫૨૦ ના ચાલક સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી કે, તેઓના મોટાભાઈ મહેશભાઈ ધનજીભાઈ રૂદાતલા (૩૫) જયંતીભાઈની ઓટો રીક્ષા નં જીજે ૩૬ યુ ૦૧૪૩ માં બેસીને મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ સોનેટ સીરામીક કારખાના પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓની રીક્ષાનો કારચાલક ઓવરટેક કરવા માટે જતા સમયે રિક્ષાને હડફેટે લીધી હતી જેથી જયંતીભાઈને ઇજાઓ થઈ હતી અને ફરિયાદીના ભાઈ મહેશભાઈને શરીરે ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જીને કારચાલક પોતાની કારને મૂકીને નાસી ગયો હતી જેથી મૃતક યુવાનના ભાઈ દ્વારા કાર ચાલકની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે આરોપી પ્રજ્ઞેશ પ્રભુભાઈ સોરીયા જાતે પટેલ (૨૭) રહે. કમલા પાર્ક શેરી-૧ બ્લોક નંબર ૧૮ વાળાની ધરપકડ કરેલ છે

મારામારીમાં ઇજા

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં લાલબાગ પાસે આવેલ હનુમાનજી મંદિર નજીક મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મોરબીમાં નજરબાગ પાસે રહેતા દામજીભાઈ ખીમજીભાઇ પરમાર (૬૦) નામના વૃદ્ધને ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મારામારીના આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસની જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News