હળવદના ટીકર ગામે યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો, ગંભીર ઈજા પામેલ યુવાન અમદાવાદ સારવાર માટે ખસેડાયો માળીયા (મી)ની ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી ચોરખાનામાં 96 બોટલ દારૂ ભરેલ સેન્ટ્રો કાર સાથે એક ઝડપાયો, 2.16 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના ભલગામ નજીક હોટલ પાસેથી શંકાસ્પદ હાલતમાં 29,000 લીટર જ્વલંતશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયો, 48.33 લાખના મુદ્દામાલ સાથે પાંચ શખ્સ પકડાયા સરકાર દરમ્યાનગીરી કરીને મોરબીમાં એક જ ભાવે નેચરલ ગેસ આપે તો જ બંધ પડેલા સિરામિકના કારખાના ધમધમશે: પ્રમુખ મનોજભાઇ એરવાડીયા મોરબીના ન્યુ પેલેસમાં આગ લગતા ત્રણ રૂમમાં મૂકવામાં આવેલ એન્ટિક ફર્નિચર સહિતની વસ્તુઓ બળીને ખાખ મોરબીના રફાળેશ્વર નજીકથી ટ્રક પલટી મારી જતાં ઇજા પામેલા ડ્રાઈવરનું મોત: મોરબીમાં ઘર પાસેથી બાઈકની ચોરી માળીયા (મી)ના કાજરડા ગામે ઈંડા-મુરઘીની દુકાન ધરાવતા યુવાન ઉપર 4 શખ્સોએ કર્યો છરી-ધોકા વડે હુમલો મોરબી શહેર-તાલુકામાં બે રેડમાં દારૂની 58 બોટલ ઝડપાઇ
Breaking news
Morbi Today

મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનાને લઈને મોટા સમાચાર: જયસુખભાઇ પટેલે આગોતરા જામીન માટે કરી સેશન્સ કોર્ટમાં અરજી


SHARE











મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનાને લઈને મોટા સમાચાર: જયસુખભાઇ પટેલે આગોતરા જામીન માટે કરી સેશન્સ કોર્ટમાં અરજી

મોરબીમાં મચ્છુ નદી ઉપર બાંધવામાં આવેલ ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો અને તેમાં ૧૩૫ લોકોના મૃત્યુ નિપજયા હતા જે બનાવ સંદર્ભે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી અને તે ફરિયાદના આધારે આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી જોકે, ઓરેવા ગ્રુપના જયસુખ પટેલનું નામ અત્યાર સુધી ક્યાંય સામે આવતું ન હતું પરંતુ હાલમાં જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી જિલ્લા સેશન્સ કોર્ટની અંદર જયસુખ ઓધવજીભાઈ પટેલ દ્વારા આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી છે અને તેની આવતીકાલે તા. ૨૧ ના રોજ સુનવણી હાથ ધરવામાં આવશે

મોરબીમા નગરપાલિકા હસ્તકનો જુલતો પુલ ૩૦૦ રૂપિયાના કરાર કરીને નગરપાલિકા દ્વારા ઓરેવા ગ્રુપને તમામ જવાબદારી સાથે સોંપી દેવામાં આવ્યો હતો અને આ પુલનું રીપેરીંગ કામ કરવા માટે ઓરેવા ગ્રુપ દ્વારા ઝૂલતા પુલને બંધ કરવામાં આવ્યો હતો જો કે, ગત દિવાળીના પર્વ ઉપર નવા વર્ષના પહેલા દિવસથી જુલતા પુલને જાહેર જનતા માટે થઈને રીપેર કર્યા બાદ ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને છઠના દિવસે સાંજના સમયે ૬:૩૦ વાગ્યાના અરસામાં આ જુલતો પુલ ધડાકાભેર તૂટી પડ્યો હતો અને ત્યારે ત્યાં પરિવારજનો સાથે હરવા ફરવા માટે થઈને આવેલા લોકોમાંથી અંદાજે ૪૦૦ જેટલા લોકો ઝુલતા પુલના કાટમાળ સાથે સીધા જ નદીના પટમાં પડ્યા હતા અને જે લોકો નદીના પટમાં પટકાયા હતા તેમાંથી ૧૩૫ લોકોના મૃત્યુ નિપજ્યા હતા અને ઘણા બધા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેથી કરીને આ મૃત્યુ પામેલા લોકોને સરકાર તરફથી સહાય આપવામાં આવી છે અને ઈજાગ્રસ્તોને પણ સારવાર માટેની સહાય આપવામાં આવી છે જોકે, ઓરેવા ગ્રુપને જવાબદારી સંભાળવા માટે આપવામાં આવી હતી તેના કર્તા હર્તા જયસુખભાઈ પટેલે પહેલેથી જ આ મુદ્દે કોઈપણ જગ્યાએ કોઈ સ્ટેટમેન્ટ આપેલ નથી અને ગુમ થઈ ગયા હોય અને ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવો ઘાટ જોવા મળતો હતો અને આ ગુનો બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો હતો અને ત્યાર બાદ ઓરેવાના કર્મચારીઓ તથા મેન્ટેનન્સ કરનાર એજન્સીના કર્મચારીઓ આમ કુલ મળીને નવ જેટલા શખ્સોની ધરપકડ કરીને તેને જેલ હવાલે કરવામાં આવેલ છે અને હાલમાં તે તમામ આરોપીઓ જેલમાં છે દરમિયાન જાણવા મળતી માહિતી મુજબ જયસુખભાઈ ઓધવજીભાઈ ભાલોડીયા જાતે પટેલ દ્વારા મોરબીની સેશન્સ કોર્ટની અંદર આગોતરા જામીન માટે તા. ૧૬ ના રોજ અરજી કરવામાં આવેલ છે અને આ આગોતરા જામીન માટેની અરજીની સુનાવણી આવતીકાલે તા. ૨૧ ના રોજ હાથ ધરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે






Latest News