હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુ.ના કેમ્પસમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ


SHARE







મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુ.ના કેમ્પસમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ

પ્રજાસત્તાક પર્વની મોરબીમાં સર્વાધિક કેમ્પસ ધરાવતા નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના તમામ કેમ્પસ પર ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. અને સરકારના નિવેદન અનુસાર જેતે શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરીને ઉચ્ચ કારકિર્દીને વરેલા ભૂતપૂર્વ સ્ટુડન્ટ દિકરીના હાથે ધ્વજવંદન કરાવવું એ વિચારને અમલમાં મુકતા નવયુગમાંથી અભ્યાસ કરેલા ભૂતપૂર્વ સ્ટુડન્ટ ડૉ. જીજ્ઞાશા પારેજીયા અને ડૉ. તૃપ્તિ સાવરીયાના હાથે નવયુગ શૈક્ષણિક સંકુલ અને નવયુગ વિદ્યાલયમાં ધ્વજવંદન કરાવ્યું હતું. આ સાથે ડૉ. મેહુલ પનારાની પણ અતિથિ વિશેષ તરીકે હાજરી હતી. સમગ્ર કાર્યક્રમ સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા સાહેબ અને મેનેજીંગ ટ્રસ્ટી બી. એસ. સરસાવાડીયાની ઉપસ્થિતિમાં યોજાયો. આ ધ્વજવંદનના કાર્યક્રમમાં એનસીસિની જુનિયર બોયઝ અને સિનિયર ગર્લ્સ બટાલિયનના કેડેટએ પરેડ કરીને ધ્વજને સલામી આપી હતી. આ સાથે પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓએ દેશભકિતથી ભરપુર પોતાના વિચારો રજુ કર્યા હતા. આ પ્રોગ્રામને સફળ બનાવવા વિવિધ વિભાગના પ્રિન્સિપાલઓશિક્ષકોઅદ્યાપકોવ્યાયામ શિક્ષકોએનસીસિના એએનઓએ જહેમત ઉઠાવી હતી.






Latest News