મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબીના પ્રેમજીનગરમાં છરીનો ઘા ઝીકિને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ


SHARE





મોરબીના પ્રેમજીનગરમાં છરીનો ઘા ઝીકિને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ

મોરબી તાલુકાના મકનસર ગામ પાસે આવેલ પ્રેમજીનગર ખાતે રહેતા દંપતી વચ્ચે ગામડે વેચેલા મકાનના રૂપિયા બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો ત્યારબાદ વૃદ્ધે તેની જ પત્નીને છરીનો ઘા મારી દીધો હતો જેથી કરીને ઈજા પામેલ વૃદ્ધાનું સારવાર મળે તે પહેલા જ ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને હત્યાના આ બનાવમાં મૃતક મહિલાના દીકરાએ તેના જ પિતાની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ રામપર ગામના રહેવાસી અને હાલમાં મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકાનસર ગામ પાસે પ્રેમજીનગરમાં રહેતા જીતેન્દ્રભાઈ રામજીભાઈ રાણવા (૩૨) એ તેના પિતા રામજીભાઈ ચકુભાઈ રાણવાની સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ હતી કે તેઓના માતા ગંગાબેન રામજીભાઈ રાણવા (૬૦) તેના ઘરે હતા ત્યારે ૧૫ દિવસ પહેલા રામપર ગામે તેઓનું મકાન વેચ્યું હતું તેના પૈસા આવ્યા હતા તે પૈસા બાબતે ફરિયાદીના માતા ગંગાબેન અને પિતા રામજીભાઈની વચ્ચે બોલા ચાલી અને ઝઘડો થયો હતો અને ત્યારે ફરિયાદીના પિતા રામજીભાઈ રાણવાએ ફરિયાદીની માતા ગંગાબેનને છાતીના ભાગે છરીનો જીવલેણ ઘા ઝીકિ દીધો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને ફરિયાદીને પણ ગળાના ભાગે છરી વડે તેના પિતાએ ઇજા કરી હતી જેથી કરીને હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પોતાના જ પિતાની સામે તેની માતાની હત્યા કરી હોવા અંગેની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આ ગુનામાં આરોપી રામજીભાઈ ચકુભાઈ રાણવા (૬૦) રહે. પ્રેમજીનગર વાળાની ધરપકડ કરેલ છે




Latest News