મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ ! મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના પ્રેમજીનગરમાં પત્નીની હત્યા કરનાર પતિ જેલ હવાલે


SHARE







મોરબીના પ્રેમજીનગરમાં પત્નીની હત્યા કરનાર પતિ જેલ હવાલે

મોરબી તાલુકાના મકનસર ગામ પાસે આવેલ પ્રેમજીનગર ખાતે રહેતા દંપતી વચ્ચે ગામડે વેચેલા મકાનના રૂપિયા બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો ત્યારબાદ વૃદ્ધે તેની જ પત્નીને છરીનો ઘા મારી દીધો હતો જેથી કરીને ઈજા પામેલ વૃદ્ધાનું સારવાર મળે તે પહેલા જ ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને હત્યાના આ બનાવમાં મૃતક મહિલાના દીકરાએ તેના જ પિતાની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે અને આ આરોપીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે

મૂળ ટંકારા તાલુકાનાં રામપર ગામના રહેવાસી અને હાલમાં મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકાનસર ગામ પાસે પ્રેમજીનગરમાં રહેતા અને કડિયા કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા જીતેન્દ્રભાઈ રામજીભાઈ રાણવા (૩૨) એ તેના પિતા રામજીભાઈ ચકુભાઈ રાણવા (૬૫)ની સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, તેઓના માતા ગંગાબેન રામજીભાઈ રાણવા (૬૦) તેના ઘરે હતા ત્યારે ૧૫ દિવસ પહેલા રામપર ગામે તેઓનું મકાન વેચ્યું હતું તેના પૈસા બાબતે ફરિયાદીના માતા ગંગાબેન અને પિતા રામજીભાઈની વચ્ચે બોલા ચાલી અને ઝઘડો થયો હતો અને ત્યારે ફરિયાદીના પિતા રામજીભાઈ રાણવાએ ફરિયાદીની માતા ગંગાબેનને છાતીના ભાગે છરીનો જીવલેણ ઘા ઝીકિ દીધો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને ફરિયાદી યુવાનને પણ ગળાના ભાગે છરી વડે તેના પિતાએ ઇજા કરી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પોતાના જ પિતાની સામે તેની માતાની હત્યા કરી હોવા અંગેની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આ ગુનામાં આરોપી રામજીભાઈ ચકુભાઈ રાણવા (૬૫) રહે. પ્રેમજીનગર વાળાની ધરપકડ કરેલ છે અને આરોપીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે






Latest News