માળીયા (મી)ના ખાખરેચી ગામે જૈન દેરાસરમાં ધોળા દિવસે તસ્કરના ધામા, ભગવાનની મૂર્તિ ઉપરથી આભૂષણની ચોરી મોરબીમાં ઈંડા-નોનવેજની લારીઓ તથા કતલખાનાઓ ચાલુ !: કમિશનરે પ્રસિદ્ધ કરેલ જાહેરનામાની ઐસીતૈસી મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા
Breaking news
Morbi Today

કેન્દ્ર સરકારના બજેટથી મોરબીના સિરામિક ઉદ્યોગને સીધો નહીં આડકતરો ફાયદો થશે: પ્રમુખ


SHARE





કેન્દ્ર સરકારના બજેટથી મોરબીના સિરામિક ઉદ્યોગને સીધો નહીં આડકતરો ફાયદો થશે: પ્રમુખ

કેન્દ્ર સરકાર દ્વારા રીલીઝ કરવામાં આવેલ વર્ષ ૨૦૨૩-૨૪ ના બજેટથી મોરબીના સિરામિક ઉદ્યોગને સીધો કોઈ ફાયદો થવાનો નથી તો પણ આ બજેટને સિરામિક ઉદ્યોગકારો સહિતના આવકારી રહ્યા છે કેમ કે, કેન્દ્ર સરકાર દ્વારા આગામી વર્ષ દરમ્યાન પ્રધાનમંત્રી આવાસ યોજના માટે જે મકાનો બનાવવામાં આવશે તેનો સીધો નહીં પરંતુ આડકતરો ફાયદો મોરબીના સિરામિક ઉદ્યોગને થશે તેવું આગેવાનો કહી રહ્યા છે

કેન્દ્ર સરકાર દ્વારા આજે જે બજેટને સાંસદ ભવનમાં રજુ કરવામાં આવ્યું છે તે સામાન્ય લોકો તેમજ ખેડૂતો માટે લાભકારક હોવાનું તેમજ અર્થતંત્રને દોડતું કરે તેવું બજેટ છે જો કે, મોરબીની આસપાસમાં વિશ્વ કક્ષાનો સિરામિક ઉદ્યોગ આવેલ છે ત્યારે આ બજેટ સિરામિક ઉદ્યોગ માટે કેવું રહેશે તે જાણવાનો પ્રયાસ કરતા મોરબી સિરામિક એસો.ના આગેવાનોએ કેન્દ્ર સરકારના બજેટને આવકર્યું છે અને ખાસ કરીને આ બજેટમાં મોરબીના સિરામિક ઉદ્યોગ માટે સીધો કોઈ ફાયદો જાહેર કરવામાં આવેલ નથી પરંતુ પ્રધાનમંત્રીએ આવાસ યોજના માટે મોટું બજેટ આપવામાં આવ્યું છે અને દેશમાં નવા મકાનો બનશે તેમાં અહીની જ સિરામિક પ્રોડક્ટનો ઉપયોગ થવાનો છે જેથી કરીને કેન્દ્ર સરકાર દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેનાથી અહીના સિરામિક ઉદ્યોગને આડકતરી રીતે ફાયદો થશે તેવી લાગણી મોરબી સિરામિક એસો. વોલ ટાઇલ્સ ડિવિઝનના પ્રમુખ હરેશભાઈ બોપલિયા અને મોરબી સિરામિક એસો. ફ્લોર ટાઇલ્સ ડિવિઝનના પ્રમુખ વિનોદભાઇ ભાડજાએ વ્યકત કરી છે




Latest News