માળીયા (મી)ના ખાખરેચી ગામે જૈન દેરાસરમાં ધોળા દિવસે તસ્કરના ધામા, ભગવાનની મૂર્તિ ઉપરથી આભૂષણની ચોરી મોરબીમાં ઈંડા-નોનવેજની લારીઓ તથા કતલખાનાઓ ચાલુ !: કમિશનરે પ્રસિદ્ધ કરેલ જાહેરનામાની ઐસીતૈસી મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ૨૦ વર્ષ પહેલાં કરેલ ચેંન સ્નેચીંગના બે ગુનામાં ફરાર આરોપી મહિલાને રાજકોટ ખાતેથી એલસીબીએ પકડી પાડી


SHARE





મોરબીમાં ૨૦ વર્ષ પહેલાં કરેલ ચેંન સ્નેચીંગના બે ગુનામાં ફરાર આરોપી મહિલાને રાજકોટ ખાતેથી એલસીબીએ પકડી પાડી

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ચોરી (ચેંન સ્નેચીંગના) ના અલગ અલગ ૨ ગુન્હામાં છેલ્લા ૨૦ વર્ષથી નાસતી ફરતી આરોપી મહીલાને રાજકોટ સીટી ખાતેથી મોરબી એલ.સી.બી તેમજ પેરોલ ફર્લો સ્કવોડની ટીમે પકડી પાડેલ છે.

મોરબી જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલને સુચના આપેલ હોય જે અન્વયે પીએસઆઇ કે.જે.ચૌહાણ તથા એન.એચ.ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડ મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હતી તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના જયેશભાઇ વાઘેલા, ચંન્દ્રકાભાઇ વામજા તથા બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે હકિકત મળેલ કે, મોરબી તાલુકા પોલીસ મથકે વર્ષ ૨૦૦૩ માં નોંધાયેલ ચોરીના બે ગુનામાં છેલ્લા ૨૦ વર્ષથી નાશતી ફરતી આરોપી મહિલા નીરૂબેન ચકુભાઇ મોહનભાઇ દેવીપુજક રહે.રાજકોટ કોઠારીયા રોડ હુડકો કવાટર પાછળ દિપ્તીનગર શેરી નં.૧ વાળી હાલે રાજકોટમાં લક્ષ્મીવાડી મેઇન રોડ ગોવિંદપરા-૧ માં નીકીતાબેન નામથી રહે છે તેથી ઉપરોકત સ્ટાફ તથા મહીલા પોલીસ ફુલીબેન તરાર સાથે હકીકતવાળી જગ્યાએ વેરીફાઇ કરતા ઉપરોકત ગુન્હાના કામે નાસતી ફરતી આરોપી મહીલા નીરૂબેન ઉર્ફે નીકીતાબેન ચકુભાઇ મોહનભાઇ સોલંકી દેવીપૂજક (ઉ.વ.૩૯) રહે.રાજકોટ લક્ષ્મીવાડી મેઇન રોડ ગોવિંદપરા-૧ સંતોષી માતાજીના મંદીર સામે વાળીને પકડીને આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના મહિલા પીએસઆઇ બી.એમ.બગડા તથા રાઇટર વાસુદેવભાઈ સોનગ્રાને આ કેસની આગળની તપાસ સોંપવામાં આવેલી હોય તેઓ પાસેથી મળતી વિગતો મુજબ વર્ષ ૨૦૦૩ માં ગીર્દી અને ભીડ વાળી જગ્યાનો લાભ લઈને કુલ ચાર લોકો કે જેઓ રાજકોટના છે તેઓ મોરબી આવતા હતા અને મોરબી આવીને જેતે સમયે એટલે કે ગત તા.૨૧-૪-૨૦૦૩ અને તા.૨૪-૪-૨૦૦૩ એમ બે વખત ચેન સ્નેચીંગ કરીને ચોરીની ઘટનાને અંજામ આપેલ.જેમાં અગાઉ ત્રણ શખ્સો પકડાઈ ચૂક્યા છે અને હાલમાં પકડાય નીરૂબેન સોલંકી કે જે છેલ્લા ૨૦ વર્ષથી ઉપરોક્ત બંને ચોરીના ગુનામાં ફરાર હતા જેની મોરબી એલસીબીના સ્ટાફ દ્વારા બાતમીના આધારે પકડી પાડીને ધરપકડ કરવામાં આવેલ છે.




Latest News