લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં પકડાયેલ જયસુખભાઇ પટેલ જેલ હવાલે


SHARE





મોરબીના ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં પકડાયેલ જયસુખભાઇ પટેલ જેલ હવાલે

મોરબીમાં ઝુલતો પુલ તુટી પડ્યો હતો તે દુર્ઘટના મુદ્દે નોંધાયેલ ગુનામાં જયસુખભાઇ પટેલની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરીને પોલીસે તેના આઠ તારીખ સુધીના રિમાન્ડ લીધા હતા જે રિમાન્ડની સમય મર્યાદા પૂર્ણ થતા આજે જયસુખભાઇ પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટના આદેશથી જયસુખ પટેલને મોરબીની સબ જેલ હવાલે કરવામાં આવેલ છે

મોરબીમાં ગત તારીખ 30-10-2022 ના રોજ ઝૂલતો પુલ તુટી પડ્યો હતો અને આ જુલતા પુલની જવાબદારી મોરબીના ઓરેવા ગ્રુપને સોંપવામાં આવી હતી જેથી કરીને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુલતા પુલનું મેનેજમેન્ટ અને મેન્ટેનન્સ કરનાર એજન્સી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે તે સમયે અગાઉ નવ આરોપીની ધરપકડ કરી હતી તે નવ આરોપીઓ જેલમાં છે અને આ ગુનામાં છેલ્લે પોલીસ દ્વારા ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી હતી ને તેના તારીખ 8 સુધીના સાત દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડની સમય મર્યાદા આજે પૂર્ણ થતી હોય તેને ફરી પાછા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા આ કેસના તપાસના કામે જયસુખભાઇ પટેલના ફર્ધર રિમાન્ડની માંગણી કરવામાં આવી ન હતી જેથી કરીને મોરબીની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટના જજ દ્વારા આદેશ કરવામાં આવતા જયસુખભાઈ પટેલને મોરબીની સબજેલ હવાલે કરવામાં આવેલ છે અને હવે આગામી દિવસોમાં જયસુખભાઈ પટેલ સામેનું ચાર્જ સીટ પણ મુકાશે તેવું અધિકારી પાસેથી જાણવા મળ્યું છે




Latest News