ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા બિલ્ડર્સ એસો. દ્વારા નવા જંત્રી દરનો વિરોધ કર્યો: આવેદનપત્ર આપ્યું


SHARE













મોરબી જીલ્લા બિલ્ડર્સ એસો. દ્વારા નવા જંત્રી દરનો વિરોધ કર્યો: આવેદનપત્ર આપ્યું

ગુજરાત સરકાર દ્વારા જંત્રીના દરમાં બમણો વધારો કરવામાં આવેલ છે જેથી કરીને મિલકતોના ખરીદ વેચાણમાં મુશ્કેલી વધે તેવી શક્યતા છે જેથી તેનો ગામેગામ વિરોધ થઈ રહ્યો છે ત્યારે મોરબી બિલ્ડર એસો. દ્વારા પણ જંત્રીના દરમાં કરવામાં આવેલ ભાવ વધારાનો વિરોધ કરવામાં આવ્યો હતો અને કલેકટરને આવેદનપત્ર આપીને જરૂરી વિકલ્પ પણ સૂચવ્યા હતા

મોરબી જીલ્લા બિલ્ડર્સ એસો. પ્રમુખ ભરતભાઇ બોપલિયા, શામજીભાઈ રંગપરિયા, પરેશભાઈ પટેલ, પરેશભાઈ કચોરીયા, ગોપાલભાઇ કસૂન્દ્રા સહિતના બિલ્ડરોની હાજરીમાં કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે જંત્રી દરમાં જે અચાનક જ સરકારે વધારો કરેલ છે તેનો વિરોધ કર્યો છે અને કેટલાક સૂચનો કરવામાં આવ્યા છે જેમાં જંત્રી સુધારવાનો શ્રેષ્ઠ રસ્તો સર્વે કરીને જંત્રીની રકમ અંગે નિર્ણય કરવો જોઈએ, જંત્રીમાં ભાવવધારો કરતા પહેલા આમ જનતાને કુદરતી ન્યાયના સિધ્ધાંત મુજબ ત્રણ મહિના જેટલો સમય આપવો જોઈએ અને હાલ પુરતો આ નિર્ણય ત્રણ મહિના અથવા જ્યાં સુધી સર્વે ન થાય ત્યાં સુધી નવો દર મોકૂફ રાખવો જોઈએ,

મોરબીમાં અમુક વિસ્તારમાં જૂની જંત્રી મુજબની રકમ વાસ્તવિક કિંમત કરતા પણ ઘણી વધારે છે જેના કારણે આ વિસ્તારની અંદર વિકાસ થઇ શકતો નથી ત્યારે મોરબીના જુના લીલાપર રોડ, વિસીપરા, જુના ઘૂટું રોડ, લાતીપ્લોટ, ત્રાજપર સહિતના વિસ્તારમાં જંત્રી રેટ ઘટાડવાના બદલે બે ગણા થાય તે યોગ્ય નથી, મોરબીના લોકો દ્વારા જે કિસ્સામાં મિલકતની ખરીદી થઇ ગઈ હોય તેમાં ખરીદવાની રકમ, સ્ટેમ્પ ડ્યુટી, લોન ખર્ચ વગેરે બજેટ મુજબ ખરીદી કરેલ હોય છે રાતોરાત જંત્રી ભાવવધારાથી સ્ટેમ્પ ડ્યુટીની રકમમાં બે ગણો વધારો થતા ચુકવવાની રકમ વધી જાય જેથી તેમનું બજેટ ખોરવાઈ જાય અને રકમ ચુકવવા અસમર્થ થઇ જાય છે

સરકારે જંત્રીના ભાવ સીધા ડબલ કરવાથી ચૂકવવી પડતી ચેક મુજબની રકમ બમણી થઇ જાય છે જેથી લોકો પોતાનું ઘર ખરીદવાની શક્તિ ઘટે છે અને રીયલ એસ્ટેટ માર્કેટમાં મંદી આવી શકે છે, બાંધકામ દરમાં વધારો કરી દીધેલ છે જેથી આર.સી. માં બાંધકામ પ્રતિ ચો.મી. ૧૯,૮૦૦ નક્કી કરેલ છે જે તદન અવાસ્તવિક છે જેથી પુનઃ વિચાર કરવી જોઈએ અને વર્ષ ૨૦૧૧ માં જયારે જંત્રી બનેલ ત્યારે અણધડ રીતે બનેલ છે મોરબી તાલુકાના એક જ શેઢે ત્રાજપર ગામના સર્વે નંબરની જંત્રી પણ એક બીજા કરતા બે ગણી માલૂમ પડે છે ત્યારે જંત્રીમાં ભાવ ડબલ કરવામાં આવે તો મુશ્કેલી વધે તેમ છે જેથી કરીને યોગ્ય કરવા માટે મોરબી જીલ્લા બિલ્ડર્સ એસો. દ્વારા માંગ કરવામાં આવી છે






Latest News