મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો
Breaking news
Morbi Today

મોરબીમાં ટેક્ષ ચોરને ન પકડી શકતા જીએસટી અધિકારી મહિલા નોટરીને કર્યો ધમકીભર્યો ફોન !


SHARE







મોરબીમાં ટેક્ષ ચોરને ન પકડી શકતા જીએસટી અધિકારી મહિલા નોટરીને કર્યો ધમકીભર્યો ફોન !

મોરબીમાં બોગસ ડોક્યુમેન્ટને આધારે જીએસટી નંબર લીધા પછી સરકારને ટેકસમાં ધૂંબા મારવાના અગાઉ અનેક બનેલ છે અને હજુ પણ આ પ્રવૃતિ ચાલી જ રહી છે ત્યારે સરકારે ટેસ્ક્મ ધૂંબા મારતા શખ્સોને પકડવાના બદલે જીએસટી વિભાગના અધિકારી દ્વારા તાજેતરમાં મોરબીના મહિલા નોટરીને ધમકીભર્યો ફોન કરવામાં આવ્યો હતો જેથી કરીને મોરબી જિલ્લા નોટરી એસો. દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે

હાલમાં મોરબીના નોટરી એસો. દ્વારા રાજ્યના કમિશનર, મોરબીમાં આસિ. કમિશનર તથા વડોદરા સ્ટેટ ટેક્સ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, જીએસટી નંબર લેવા માટે કરવામાં આવતા ભાડા કરારમાં નોટરીને મોરબીના અધિકારી બી.આર. ડાંગર દ્વારા ધમકી ભર્યો ફોન કરવામાં આવેલ છે વધુમાં માહિતી આપતા મોરબી જિલ્લા નોટરી એસો.ના પ્રમુખ ભાવેશભાઈ  ડી. ફુલતરિયાએ જણાવ્યું હતું કે, જિલ્લા અને શહેરમાં ભાડા કરાર નોટરાઈઝડ વકીલો દ્વારા કરવામાં આવે છે અને તે વકીલોના વ્યવસાયનો એક ભાગ છે હાલ નોટરીઓએ  દ્વારા કરવામાં આવેલા ભાડા કરારનો ઉપયોગ પક્ષકારો તેની જરૂરિયાત અનુસાર ઉપયોગ કરે છે. જે મોટેભાગે વેપાર ધંધાના કામ સબબ આવતા ભાડા કરારનો ઉપયોગ જીએસટી નંબર મેળવવા માટે થાય છે અને જીએસટી ઓફિસ તરફથી જીએસટી નંબર આપવામાં આવે છે જો કે, નંબર આપતા પહેલા જરૂરી સ્થળ તપાસ કરવામાં આવતી નથી અને પછી નોટરીને ધમકી ભર્યા ફોન કરવામાં આવે તે યોગ્ય નથી

વધુમાં એવું પણ જણાવ્યું છે કે, જીએસટીના કન્સલ્ટન્ટ તરફથી જીએસટી નંબર મેળવવાની કાર્યવાહી કરવામાં આવે છે અને અરજી સાથે નોટરી કરેલો ભાડા કરાર આપવામાં આવે છે અને ત્યાર બાદ જીએસટી ઓફિસના સ્ટાફ દ્વારા ઓફિસના કામના સાત દિવસમાં ઓનલાઈન આવેલા પેપરનું વેરિફિકેશન કરીને અરજી ઓનલાઇન પૂર્ણ હોય અને ભાડા કરારમાં બતાવેલ સ્થળ ઉપર જીએસટી ઓફિસના કર્મચારીઓ રૂબરૂ જઈને અરજદારોની ફિઝિકલ સહી લેતા હોય છે અને ભાડા કરારવાળી જગ્યાની ચતુર્થદિશા તથા તેના અક્ષાંશ-રેખાંશ તથા અસલ ભાડા કરારની અને તે સાથે અપલોડ થયેલા મિલકત માલિકના તમામ આધાર પુરાવાનું ખરાઈનું કામ કરવાનું હોય છે.

આટલું જ નહીં ધંધાના સ્થળના ફોટોગ્રાફ તથા પેઢીના ફોટોગ્રાફ્સ લેવાના હોય છે. આ સ્થાનિક જગ્યાએ જીએસટીના સ્ટાફે કરવાનું હોય છે અને અરજદારને હાજર રહેવાનુ હોય છે અને તમામ કાર્યવાહી સાચી હોવાની સહીઓ લેવાની હોય છે આ પછી જ જીએસટી ઓફિસમાંથી અરજદારને જીએસટી નંબર આપવામાં આવે છે જો કે, આવી રીતે કામ કરવામાં આવતું નથી તે હક્કિત છે કેમ કે, જીએસટીની કાર્યવાહી કરનાર સ્ટાફ અનિયમિત છે અને યોગ્ય રીતે ફરજ બજાવતો નથી અને નોટરીઓએ કરેલા અસલ ભાડા કરારની અપલોડ થયેલી ભાડા કરારની ખરાઈ કર્યા વગર ક્ષતિ વાળો રિપોર્ટ સાચો હોય તેવી રીતે જીએસટી નંબર ખોટા વ્યક્તિ કે પેઢીને આપવામાં આવે છે અને ત્યાર બાદ તે વ્યક્તિ કે પેઢી દ્વારા ટેક્સની ચોરી કરવામાં આવે છે અને કરોડો રૂપિયાનું કૌભાંડ થઈ જાય છે પછી ટેક્સ ચોરી કરવા વાળા મળી આવતા નથી જેથી કરીને નોટરાઈઝ કરેલા ભાડા કરારમાં જેના સહી સિક્કા હોય છે તે નોટરીને ધમકી ભર્યા ફોન કરવામાં આવે છે અત્યાર સુધીમાં મોરબીના નોટરીમાંથી કમળાબેન મુછડીયા, એલ.પી. ચાવડા, જીતેન્દ્રભાઈ પટેલ, અતુલભાઇ કલોલા, સહદેવસિંહ જાડેજા સહિતનાઓની સાથે આવી ઘટના બની ગયેલ છે માટે યોગ્ય કાર્યવાહી કરવા માટે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી છે

વધુમાં મોરબીના નોટરી કમલાબેન મુછડીયાએ જણાવ્યુ છે કે, મોરબીના જીએસટી વિભાગના અધિકારી બી.આર.ડાંગર દ્વારા તેઓને સમન્સ પાઠવવામાં આવ્યું હતું જેથી તેઓએ જવાબ રજૂ કર્યો છે પરંતુ જીએસટી અધિકારી દ્વારા અસહ્ય, ઉગ્ર અને ધમકી ભર્યા ફોનથી દાદાગીરી ભર્યું વર્તન કરવામાં આવ્યું હતું જેને મોરબી જિલ્લાના તમામ નોટરીઓ વખોડી કાઢે છે. અને વધુમાં મોરબીના નોટરીઓએ જણાવ્યુ હતું કે જો અધિકારી દ્વારા આવું વલણ ટેકસ ચોરી કરનારાઓની સામે રાખવામા આવ્યું હોય તો મોરબીના છેલ્લા વર્ષોમાં જે કરોડો રૂપિયાના ટેક્સ ચોરીના કૌભાંડો થયેલા છે તે થયા જ ન હોત પરંતુ ટેક્સ ચોરીને પકડવાના બદલે નોટરી સાથે ગેરવર્તન કરવામાં આવેટે વ્યાજબી નથી






Latest News