લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના દલવાડી સર્કલ પાસે વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાનને રાજકોટ ખસેડાયો


SHARE





મોરબીના દલવાડી સર્કલ પાસે વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાનને રાજકોટ ખસેડાયો

મોરબીની દલવાડી ચોકડી પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં યુવાનને ઇજા પહોંચતા મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નાગડાવાસના રહેવાસી જયેશ દેવદાનભાઇ બોરીચા (ઉમર ૩૨) નામના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઈજા પહોંચેલી હોય તેને મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે અહીંની આયુષ હોસ્પીટલે ખસેડાયો હતો જ્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે જયેશ બોરીચાને રાજકોટ ખસેડાયો હોવાનું સૂત્રમાંથી જાણવા મળેલ છે.વધુમાં મળતી માહિતી મુજબ મોરબીના દલવાડી સર્કલ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઇજા પહોંચેલી હોય જયેશ બોરીચાને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો જેથી હાલ એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ આ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

મારામારીમાં ઇજા થતા સારવારમાં

મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ ઉપર આવેલ પંચમુખી હનુમાન મંદિર સામે રહેતા હિરાભાઈ ભીમાભાઇ ધામેચા નામના ૫૦ વર્ષીય આધેડને તેના ઘેર મારામારીના બનાવમાં ઈજા થતાં તેમના પત્ની હંસાબેને તેઓને સિવિલે સારવાર માટે ખસેડ્યા હતા જ્યાંથી હોસ્પિટલ સત્તાવાળાઓ દ્રારા પોલીસને જાણ કરવામાં આવેલી હોય હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર દ્વારા આ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

બાઈક ગાય સાથે અથડાતા યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ ઉપર આવેલા ધરમપુર ગામે રહેતો બીપીન લાભુભાઈ ઝિંઝુવાડીયા નામનો ૨૬ વર્ષનો યુવાન મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ચોકડીથી મહારાણા પ્રતાપ સર્કલ તરફ જતો હતો ત્યારે રસ્તામાં તેના બાઇક સાથે ગાય અથડાવાનો બનાવ બન્યો હતો જેથી તે બાઈક સહિત નીચે પટકાતા માથાના ભાગે અને ડાબા ખભાના ભાગે ઇજાઓ પામેલ હોય તેને તેનો મોટો ભાઈ સંજય ઝિંઝવાડીયા સારવાર માટે દવાખાને લઈ ગયો હતો અને હોસ્પિટલ સત્તાવાળાઓએ સારવાર કર્યા બાદ પોલીસમાં જાણ કરતાં બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર દ્વારા આ અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે.




Latest News