મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલાશે: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો મોરબીના નગર દરવાજા ચોકમાં ચાલુ વરસાદે વીજ લાઈનમાં શોર્ટ સર્કિટના લીધે કડાકા ભડાકા થતા લોકોમાં નાસભાગ મોરબી એસપી રોડના ખુણે 122 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, એકની શોધખોળ મોરબીમાં વોર્ડ નં-2 મહીલા કોર્પોરેટર રાજીનામું આપવા ભાજપ કાર્યાલય પહોચ્યા મોરબીના ધરમપુર-ટીંબડી બ્રિજના ચાલુ કામે ડાયવર્ઝન પર પાણી ફરી વળતા રસ્તો વાહનવ્યવહાર માટે બંધ
Breaking news
Morbi Today

વાંકાનેરની નર્સરી ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત


SHARE







વાંકાનેરની નર્સરી ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત


મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ નર્સરી ચોકડી પાસેથી યુવાન તેનું બાઇક લઈને પસાર થતો હતો ત્યારે તેણે પોતાના બાઈકના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી બાઇક ચાલક યુવાનને માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું હાલમાં મૃતક યુવાનની માતાની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલ કુકસીતલાવડી ગામનો રહેવાસી અને હાલમાં રાજકોટ તાલુકામાં ભુપતગઢ ગામે જયરાજભાઈ નરશીભાઈ રાઠોડની વાડીએ રહેતો અને મજૂરી કામ કરતો સુરેશભાઈ ચમારભાઇ વાસકેર જાતે આદિવાસી ભીલ (૨૮) નામનો યુવાન મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ નર્સરી ચોકડી પાસેથી તેનું બાઈક નં જીજે ૩ સીજી ૪૧૮૪ લઈને નીકળ્યો હતો ત્યારે તેણે પોતાના બાઈકના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી બાઈક ચાલક સુરેશભાઈને માથાના ભાગે અને શરીરે ગંભીર થયું હોવાથી તેનું મોત નીપજ્યું હતું હાલમાં અકસ્માત મૃત્યુના આ બનાવમાં પોલીસે મૃતક યુવાનની માતા નૂરીબેન ચમારભાઇ વાસકેર જાતે આદિવાસી (૫૦) રહે. હાલ મકનસર સરતાનપર રોડ વેલજીબાપાની ગૌશાળામાં મોરબી વાળીની ફરિયાદ લઈ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.


અકસ્માતમાં ઇજા
મોરબીના બાયપાસ રોડ ઉપર દલવાડી સર્કલ પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતો અને શાકભાજીનો ધંધો કરતો નવઘણભાઈ મનસુખભાઈ ભોજવીયા જાતે દેવીપુજક (૨૪) નામનો યુવાન મોરબીના સનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે બ્રિજ નીચેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અલ્ટો કાર નં. જીજે ૩ બીએ ૬૮૩૪ ના ચાલકે તેના એક્ટિવા નં. જીજે ૩૬ એબી ૩૨૩૨ ને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં નવઘણભાઈને પગમાં ગંભીર ઈજા થઈ હતી અને એકટીવામાં નુકસાની થયેલ છે જેથી કરીને હાલમાં તેણે કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News