મોરબીમાં વોર્ડ નં-2 મહીલા કોર્પોરેટર રાજીનામું આપવા ભાજપ કાર્યાલય પહોચ્યા મોરબીના ધરમપુર-ટીંબડી બ્રિજના ચાલુ કામે ડાયવર્ઝન પર પાણી ફરી વળતા રસ્તો વાહનવ્યવહાર માટે બંધ મોરબી જિલ્લામાં મેઘમહેર: મોરબી, માળિયા અને વાંકાનેરમાં અઢી ઇંચ, ટંકારા-હળવદમાં બે ઇંચ વરસાદ વાંકાનેરના ગુંદાખડા ગામ પાસે બાઈક સાથે બાઈક અથડાતા યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા વાંકાનેરના ઢુવા ગામે ઘરમાંથી 70,000 ના તાંબા પીતળ વાસણની ચોરી: ભાભીએ નોંધાવી દિયર સામે ફરિયાદ હળવદના ઘનશ્યામપુર ગામ નજીક રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત: ઈજા પામેલ પાંચ વ્યક્તિઓ સારવારમાં મોરબીની ઉમા ટાઉનશીપમાં વૈભવ હાઇટ્સમાં જુગારની રેડ, 6 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર મંદિરે શિવભક્તોનું ઘોડાપૂર: લોકમેળાની મોજ માણવા લોકો ઉમટ્યા


SHARE







મોરબીના રફાળેશ્વર મંદિરે શિવભક્તોનું ઘોડાપૂર: લોકમેળાની મોજ માણવા લોકો ઉમટ્યા

શિવરાત્રીની આજે ગામો ગામ શિવ મંદિરોમાં શિવભકતો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પાંડવ કાળા સાથે જેનો ઉલેખ કરવામાં આવે છે તે મોરબી નજીકના રફાળેશ્વર મંદિર ખાતે આજે સવારથી જ શિવભકતોની ભીડ જોવા મળી હતી અને રફાળેશ્વર મંદિર પાસે દર વર્ષે જે રીતે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે તે રીતે લોકમેળાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેથી રફાળેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવેલા લોકોએ મેળાની મોજ પણ માણી હતી

આજે દેશભરમાં શિવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે અને શિવભકતો દ્વારા શિવજીનું પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી જીલ્લામાં એક માત્ર રફાળેશ્વર મંદિર ખાતે શિવરાત્રીના દિવસે શિવભકતો દ્વારા બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે અને છેલ્લા ઘણા વર્ષોથી આ મંદિર ખાતે શિવરાત્રીના દિવસે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે જેથી ન માત્ર મોતબી કે રાજકોટ પરંતુ ગુજરાત બહારથી પણ શિવ ભક્તો ત્યાં દર્શન અને પૂજન કરવા માટે આવે છે

આજ દેવધિદેવ મહાદેવનું પૂજન કરવાનું વિશેષ મહત્વ હોવાથી ભક્તો દ્વારા શિવજીની ચાર પહોરમાં આરતી અને પૂજન કરવામાં આવે છે તેવી જ રીતે રફાળેશ્વર મહાદેવના દર્શન અને ઉજ્ન કરવા માટે વિશાળ સંખ્યામાં લોકો આવ્યા હતા અને સાથોસાથ ભક્તો મેળાની મજા પણ માણી હતી આ વર્ષે ત્યાં ફજ્ત સાહિતની જુદીજુદી રાઈડ પણ રાખવામા આવી હતી તેમજ રમકડાના સ્ટોલ હોવાથી બાળકોને મજા પડી ગઈ હતી અત્રે ઉલેખનીય છે કે, રફાળેશ્વર ખાતે છેલ્લા ઘણા વર્ષોથી લોકમેળાનું પણ શિવરાત્રીના દિવસે આયોજન કરવામાં આવે છે જેથી શિવજીની ભક્તિની સાથે મેળાની મોજ માણવા માટે દુર દુરથી લોકો રફાળેશ્વર આવે છે

રફાળેશ્વર મંદિરના મહંત ખુમાનભારથી ગોસાઇએ જણાવ્યુ હતું કે, સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી રફાળેશ્વર મંદિર ખાતે શિવરાત્રીના દિવસે શિવભકતો આવતા હોય છે અને મંદિરની બાજુમાં આવેલ પારસ પીપળાને પાણી રેડીને પિતૃ તર્પણ કરતાં હોય છે આ મેળામાં અને ખાસ કરીને શિવરાત્રિના દિવસે રફાળેશ્વર મંદિર પાસે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ૧૭૫ કરતાં વધારે પોલીસ જવાનોને ત્યાં તૈનાત કરવામાં આવેલ છે અને લોકો શાંતિથી પૂજન, અર્ચન અનર દર્શનનો લાભ લઈ રહ્યા છે અને ધન્યતાનો અનુભવ કરે છે






Latest News