મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

હળવદમાં મિત્રને થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને ચાર શખ્સોએ માર માર્યો, કારમાં નુકશાની કરી


SHARE









હળવદમાં મિત્રને થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને ચાર શખ્સોએ માર માર્યો, કારમાં નુકશાની કરી

હળવદમાં આવેલ મોરબી ચોકડી પાસે યુવાનના મિત્રને આરોપીઓના મિત્રની સાથે બોલાચાલી થઈ હતી જે વાતનો ખર રાખીને આરોપીઓએ યુવાનની ઓફિસે આવીને તેને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તેની સ્કોર્પિઓ કારમાં નુકશાની કરી હતી માટે ભોગ બનેલા યુવાને હાલમાં ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદના કણબીપરામા મોરબી દરવાજા પાસે રહેતા પંકજભાઇ ચમનભાઇ ગોઠી જાતે પટેલ (ઉવ.૨૪) એ હાલમાં મયુરરાજસિંહ રાજપુત રહે. સુખપર, રવીરાજસિંહ પઢીયાર રહે. ચરાડવા જયપાલસિંહ રહે. ધર્મેન્દ્રગઢ તાલુકો મુળી અને રાજભા દીલુભા લિબોલા રહે. ઘનશ્યામપુર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી ચોકડી પાસે આવેલ તેની ઓફીસે તેનો મીત્ર ચેતન વાણદ હતો ત્યારે આરોપીના મીત્ર સાથે સામાન્ય બોલાચાલી થયેલ હતી જેનુ મનદુખ રાખી આરોપીઓ ખાનગી વાહનોમા આવ્યા હતા અને તે પોતાની ઓફીસમા સુતેલ હતા ત્યારે ઓફીસમા પ્રવેશ કરી ગાળો આપીને ઢીકા પાટુનો માર મારીને મારી નાખવાની ધમકી આપી હતી તેમજ ફરીયાદીની સ્કોર્પીયો ગાડી નંબર જી.જે ૩૬ આર ૭૭૭૩ ના કાચ ફોડી નુકશાની કરી હતી જેથી હાલમાં પોલીસે યુવાનની ફરિયાદ લઈને આઇ.પી.સી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૪૨૭, ૪૫૨, ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિનામ કરલે છે




Latest News