લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિરે વધુ પડતી ભાંગ પી જતા યુવાન સારવારમાં


SHARE





મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિરે વધુ પડતી ભાંગ પી જતા યુવાન સારવારમાં

મોરબી નજીકના રફાળેશ્વર મહાદેવ મંદિર ખાતે વધુ પડતી ભાંગ પી જતા યુવાનને સારવારમાં ખસેડાયો હતો.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના કાંતિપુર ગામનો રહેવાસી સંજય અમૃતભાઈ પરમાર નામનો ૨૪ વર્ષનો યુવાન મોરબી નજીકના રફાળેશ્વર મહાદેવ મંદિરે વધુ પડતી ભાંગ પી ગયો હતો જેથી કરીને તે બેભાન થઈ જતા બેભાન હાલતમાં તેને અહિંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો બનાવને પગલે હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવેલી હોય તાલુકા પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઘવાયેલ આધેડ સારવારમાં

મોરબી તાલુકાના કુંતાસી ગામના રહેવાસી કાંતિભાઈ ઓધવજીભાઈ કુંડારીયા નામના ૫૭ વર્ષના આધેડ બાઈક લઈને જતા હતા ત્યારે વાહન અકસ્માતમાં ઇજા થતા સારવારમાં ખસેડાયા હતા.બનાવને પગલે દવાખાને ખસેડાયા હોય તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.જેમાં જણાવવામાં આવ્યું હતું કે પીપળીયા ચોકડી તરફથી પોતાના ઘરે કુંતાસી ગામ જતા સમયે હજનારી ગામના પાટીયા પાસે તેમનું બાઈક અન્ય વાહન સાથે અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજાઓ થતા કાંતિભાઈ કુંડારીયાને ખાનગી હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા.

યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા ભાવેશ કાંતિભાઈ મોરવાડિયા નામના ૨૮ વર્ષના યુવાનને ઇજાઓ થતા શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો અને પોલીસમાં જાણ કરવામાં આવતા તપાસમાં ખુલ્યું હતું કે, હળવદ રોડ ઉપર ઉચી માંડલ ગામ પાસે આવેલ નેક્ષીઓન સિરામિક નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઇજાઓ થતા ભાવેશભાઈ મોરવાડીયાને સારવારમાં લઈ જવામાં આવ્યો હતો હાલ તાલુકા પોલીસે આ અંગે આગળની તપાસ ચલાવી રહી છે.




Latest News