મોરબીના મોટી વાવડી ગામે મકાનમાથી ૩૮૪ બોટલ દારૂ સાથે એક પકડાયો, એકની શોધખોળ
મોરબી જીલ્લાના પાંચેય તાલુકમાં અડધા થી ત્રણ ઇંચ વરસાદ, શહેરના અનેક વિસ્તારમાં વીજળી ધાંધીયા !
SHARE
મોરબી જીલ્લાના પાંચેય તાલુકમાં અડધા થી ત્રણ ઇંચ વરસાદ, મચ્છુ-૩ ડેમનો એક દરવાજો ખોલ્યો, શહેરના અનેક વિસ્તારમાં વીજળી ધાંધીયા !
ગઈકાલે સાંજના સમયે મોરબી જીલ્લામાં વરસાદ શરૂ થયો હતો અને એકી સાથે પાંચેય તાલુકામાં વરસાદ થવાથી હાલમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને ગણતરીની કલાકમાં અડધા ઇંચથી લઇને ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો જેથી કરીને ઘણા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને મોરબી નજીકના મચ્છુ-૩ ડેમમાં નવા નીરની આવક થવાથી ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો હતો અને મોરબી તેમજ માળિયા તાલુકાના ડેમની નીચેના ગામના લોકોને એલર્ટ પણ કરવામાં આવ્યા હતા
મોરબી પંથકમાં બુધવારે બપોર પછી વરસાદી માહોલ સર્જાયો હતો અને મોરબી શહેર અને તાલુકામાં બે ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હતો અને સમગ્ર જિલ્લાની અંદર વરસાદી માહોલ હોવાથી પાંચેય તાલુકામાં વરસાદ પડયો હતો ગઇકાલે સાંજના ૬ થી ૧૦ વાગ્યા સુધીના ગણતરીની કલાક દરમિયાન મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં અડધા ઇંચથી લઇને ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જેમા ટંકારા તાલુકામાં ત્રણ ઇંચ, મોરબી તાલુકામાં બે ઇંચ, વાંકાનેર તાલુકામાં દોઢ ઇંચ, હળવદ તાલુકામાં અઢી ઇંચ અને માળીયા તાલુકામાં અડધો ઈચ જેટલો વરસાદ નોંધાયો હોવાનું જાણવા મળેલ છે ગઇકાલે પડેલા વરસાદથી મોરબી જીલ્લામાં આવેલા સ્થાનિક જળાશયોમાં નવા નીરની આવક થઈ હતી જેમાં મોરબી તાલુકાના મચ્છુ-૩ ડેમમાં નવા નીરની આવક થઇ હોવાથી મચ્છુ-૩ ડેમનો એક દરવાજો રાતે ખોલવામાં આવ્યો હતો અને મોરબી તેમજ માળિયા તાલુકાના ૨૦ જેટલા ડેમની નીચેના ગામના લોકોને એલર્ટ પણ કરવામાં આવ્યા હતા તેવું અધિકારીએ કહ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે વરસાદ શરૂ થયો તેની સાથે જ મોરબી પંથકમાં ચોમેર પાણી ભરાઈ ગયા હતા કેમ કે, વરસાદી પાણીના કુદરતી નિકલને ખુલ્લા કવરમાં આવ્યા નથી મોરબીના નહેરુ ગેઇટ ચોક, મહેન્દ્રપારા, માધાપરા, અરુણોદયનગર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરવાથી લોકોને હલાકીનો સામનો કરવો પડ્યો હતો જો કે, ગઇકાલે મેઘરાજાએ જે બેટિંગ કરી હતી તે સિઝનનો સૌથી સારો વરસાદ હતો જેથી કરીને ઘણા લોકોએ તેમાં ન્હાવાની પણ મજા માણી હતી અને હાલમાં પણ મોરબી જીલ્લામાં વરસાદી માહોલ છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે
મોરબી શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો જેથી કરીને અનેક વિસ્તારોમાં વીજ ધાંધીયા શરૂ થઈ ગયા હતા અને લોકોને કલાકો સુધી અંધારમાં રહેવું પડ્યું હતું અને વીજ કંપની દ્વારા ફોલતી સેન્ટરના જે નંબરો આપવામાં આવ્યા છે તે પણ રિસીવ કરવામાં આવતા ન હતા જેથી કરીને લોકોને પરવરા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો
મોરબી તાલુકામાં બુધવારે બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો ત્યારે વીજ કંપનીની પ્રીમોનસુન કામગીરીના ધજાગરા થઈ ગયા હતા કેમ કે, અનેક વિસાતરોમાં કલાકો સુધી વીજ પુરવઠો બંધ રહ્યો હતો મોરબીના લોકો પાસેથી મળતી માહિતી મુજબ રવાપર ધૂનડા રોડ શનાળા ઓફિસમાં આવે છે ત્યાં સાંજના ૬ વાગ્યાથી લાઇટ હતી નથી અને રાતના ૧૦ વાગ્યા સુધીમાં અનેક વખત વીજ કંપનીના ફોલતી સેન્ટરના નંબર ઉપર ફોન કરવા માટે ગ્રાહકોએ પ્રયાસ કર્યો હતો જો કે, ફોન કોઈ રિસીવ કરતાં જ ના હતા જેથી કરીને લોકોને કલાકો સુધી વીજળી વગર હેરાન થવું પડ્યું હતું આવી જ રીતે મહેન્દ્રનગર ગામે પણ વીજ ધાંધીયા હોવાથી એક નહિ પરંતુ આઠ કંપ્લેન પ્રતિકભાઈ જેઠલોજાએ પીજીવીસીએલમાં કરી હતી તો પણ તેનો કંપ્લેનને સોલ્વ કરવા માટે કોઈ આવ્યું ન હતું આવી અનેક ફરિયાદો લોકોએ ગઇકાલે સાંજથી લઈને રાત સુધીમાં વીજ કંપનીમાં કરી હતી