મોરબીમાં મમુદાઢીના હત્યારાને ઝડપી લેવા ઠેરઠેર તપાસ: સીસીટીવી ફૂટેજ કબજે કર્યા
મોરબી-રાજકોટ હાઇવે ઉપર ટંકારાની લજાઇ ચોકડીએથી ૨૩૦ બોટલ દારૂ ભરેલ વાહન સાથે એક પકડાયો
SHARE
મોરબી-રાજકોટ હાઇવે ઉપર ટંકારાની લજાઇ ચોકડીએથી ૨૩૦ બોટલ દારૂ ભરેલ વાહન સાથે એક પકડાયો
મોરબી જિલ્લાના ટંકારા તાલુકા પોલીસ મથકના સ્ટાફને મળેલ બાતમી આધારે આજે વહેલી સવારે રાજકોટ હાઈવે ઉપરની લજાઈ ચોકડીએ વોચ ગોઠવવામાં આવી હતી અને બાતમી મુજબનું વાહન નીકળતા તેને અટકાવીને બોલેરોની તલાસી લેવામાં આવતા વાહનમાંથી ૨૩૦ બોટલ વિદેશી દારૂ મળી આવતાં હાલમાં ૬૯ હજારની કિંમતનો વિદેશી દારૂ તેમજ અઢી લાખની કાર મળીને રૂા.૩.૧૯ લાખના મુદ્દામાલ સાથે રાજસ્થાની શખ્સની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
મોરબીના ટંકારા પોલીસ મથકના વિજયભાઈ બાર અને સિધ્ધરાજસિંહ જાડેજાને મળેલ બાતમી આધારે ઇન્ચાર્જ મહિલા પીએસઆઇ ડી.વી.ડાંગર તેમજ સ્ટાફના રમેશભાઈ રબારી, હિતેશભાઈ ચાવડા, ખાલીદખાન પઠાણ અને સિધ્ધરાજસિંહ ઝાલા સહિતના સ્ટાફે આજે તા.૯-૯ ના વહેલી સવારે રાજકોટ હાઇવે ઉપર આવેલ લજાઇ ચોકડી પાસે વોચ ગોઠવી હતી દરમ્યાનમાં બાતમી વાળી બોલેરો કાર નંબર જીજે ૮ એયુ ૩૩૮૪ નીકળતા તેને અટકાવીને કારની તલાશી લેવામાં આવતા કારમાંથી વિદેશી દારૂની ૨૩૦ બોટલો મળી આવતા રૂપિયા ૬૯ હજારની કિંમતનો વિદેશીદારૂનો જથ્થો તથા રૂપિયા અઢી લાખની કાર એમ કુલ મળીને રૂા.૩.૧૯ લાખની મતા સાથે દિનેશ ભગવાનદાસ નેણ જાતે બીશ્નોઇ (૨૮) રહે.સરવાણા સાંચોર ઝાલોદ રાજસ્થાન નામના ઇસમની ધરપકડ કરવામાં આવેલ છે. તે કોની સૂચનાથી નહીં કોને "માલ" સપ્લાય કરવા આવ્યો હતો..? તે દિશામાં હવે ટંકારા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે જિલ્લાની વાંકાનેર બાઉન્ડ્રી અને વાંકાનેર વિસ્તાર બાદ ટંકારા વિસ્તારમાં પણ દારૂનો જથ્થો પકડાતા યુવાધનને ગેરમાર્ગે દોરાતુ બચાવવા સઘન કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.
સગીરાનું અપહરણ
વાંકાનેરમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીનું ચોટીલા તાલુકાના મોટા હરણીયા વિજયભાઇ ભીખાભાઈ બોરસાણીયા જાતે કોળી નામના શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે માટે ભોગ બનેલ સગીરાના પિતાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણ સહિતની કલમો હેઠળ હાલમાં ગુનો નોંધીને સગીરાને શોધવા માટે અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે