મોરબી: વીર વિદરકા ગામે લોડર સાથે અથડાતા બાળકનું મોત મોરબીમાં પત્નીઓની સાથે વાત કરતાં બે યુવાનને ફઈજી સહિત ત્રણ વ્યક્તિએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીના નજીક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં ઇજા પામેલ આધેડનું સારવારમાં મોત મોરબીમાં પાણીની લાઈન માટે ખાડો ખોદવાનો ઝઘડો-એટ્રોસીટીના ગુના નવ સામે કાર્યવાહી મોરબીમાં પાલિકાની ટીપી શાખાએ કર્યું મંદિરનું ડીમોલેશન, લોકોમાં રોષ ગુજરાતમાં અફીણની ખેતીની મંજૂરી આપવા મોરબીમાં રહેતા આગેવાને કરી સીએમને રજૂઆત મોરબીમાં પુત્રીના જન્મ દિવસની અનોખી ઉજવણી મોરબીમાં વૃદ્ધની 50 લાખની કિંમતની જમીન ઉપર દબાણ કરીને ખેતી કરનારા બંને આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં મમુદાઢીના હત્યારાને ઝડપી લેવા ઠેરઠેર તપાસ: સીસીટીવી ફૂટેજ કબજે કર્યા


SHARE





























મોરબીમાં મમુદાઢીના હત્યારાને ઝડપી લેવા ઠેરઠેર તપાસ: સીસીટીવી ફૂટેજ કબજે કર્યા

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે મમુદાઢીની કાર ઉપર અંધાધુધ ફાયરીંગ કરવામાં આવ્યું હતું ત્યારે કારમાં બેઠેલ હનીફભાઇ ઉર્ફે મમુદાઢી ગુલામભાઈ કાસમાણીને મોઢાના ભાગે ગોળીઓ વાગી હોવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું  અને આ બનાવમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને મૃતક મમુદાઢીના દીકરા મકબૂલે રફીક માંડવિયા, ઈમરાન ચાનીયા, આરીફ મિર સહિત ૧૩ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યારાઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે અને ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ પણ કબ્જે કરવામાં આવ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે કાર ઉપર અંધાધુધ ફાયરીંગ કરીને હનીફભાઇ ઉર્ફે મમુદાઢી ગુલામભાઈ કાસમાણીની હત્યા કરવામાં આવી હતી આ બનાવમાં મૃતક હનીફભાઇ ઉર્ફે મમુદાઢીના દીકરા મકબુલ મહમદ હનીફ કાસમાણી (૨૫) એ રફીકભાઇ રજાકભાઇ માંડવીયા, ઇમરાન ઉર્ફ બોટલ હનીફભાઇ ચાનીયા, આરીફ ગુલામભાઇ મીર, ઇસ્માઇલભાઇ યારમામદ બ્લોચ, રીયાઝભાઇ રજાકભાઇ ડોસાણી, ઇરફાનભાઇ યારમામદ બ્લોચ, રમીજભાઇ હુસેનભાઇ ચાનીયા, મકસુદ ગફુરભાઇ સમા, એઝાજ આમદભાઇ ચાનીયા અને બીજા ચારેક અજાણ્યા શખ્સો આમ કુલ મળીને ૧૩ શખ્સોની સામે તેના પિતાની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે દ્વારા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને જે સ્થળ ઉપર ઘટના બની હતી તેની આસપાસના સીસીટીવી ફૂટેજ પોલીસે કબ્જે કર્યા છે અને તેના આધારે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે જો કે, મંગળવારે રાતે નવેક વાગ્યાના અરસામાં બનેલા બનવામાં આજે ગુરુવારે સવારના દસ વાગ્યા સુધી પોલિસેને આરોપીના કોઈ સગડ મળ્યા નથી અને હાલમાં આરોપીઓને પકડવા માટે ઠેરઠેર તપાસ કરવામાં આવી રહી છે

એક જ કારમાં ૧૩ આરોપી ભાગ્યા કેવી રીતે ?

ગઇકાલે જે ફરિયાદ નોંધાવવામાં આવી છે તેમાં મૃતકના દીકરાએ કારમાં સાથે બેઠેલા વ્યક્તિએ તેને જે માહિતી આપી હતી તેના આધારે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ૧૩ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે કે અને હત્યા કરવા માટે આરોપીઓ બોલેરો અને સ્વિફ્ટ કારમાં આવ્યા હોવાનું લખવ્યું છે અને ઘટનાને અંજામ આપીને આરોપીઓ સ્વિફ્ટ કારમાં નાશી ગયા હોવાનું ફરિયાદમાં લાખાવવામાં આવ્યું છે જો કે, ઘટના પછી બોલેરો કાર જે તે સમયે ત્યાં જ પડી હતી એક સ્વિફ્ટ કારમાં આરોપીઓ ભાગી ગયા હતા જો કે, અકે કારમાં એકી સાથે આટલા બધા આરોપીઓ કેવી રીતે ભાગી શકે તે સૌથી મોટો પ્રશ્ન છે
















Latest News