મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી મોરબીના મકનસર ગામે દવા પી ગયેલા આધેડનું મોત મોરબીની રાંદલ વિધાલયમાં ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લા પંચાયત અને કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આર્ટ કોમ્પિટિશન યોજાશે મોરબીના ખોખરા ધામ ખાતે વેદવિદ્યાલય-સંસ્કૃત મહાવિદ્યાલયના ૧૩ માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જલારામ ધામ દ્વારા મયુરનગરી કા રાજા ગણેશોત્સવમાં ભક્તોને લાઈવ પ્રસાદ વિતરણ માળિયા (મી) નજીક ટ્રક ચાલકે રિક્ષાને ઠોકર મારતા ફાંગોળાઈ ગયેલ યુવાનના બંને પગ ઉપરથી ટ્રકના વ્હીલ ફરી ગયા
Breaking news
Morbi Today

મોરબીમાં મમુદાઢીની હત્યા કરીને નાશી ગયેલા આરોપીઓની કાર પોલીસે કબજે કરી


SHARE

















મોરબીમાં મમુદાઢીની હત્યા કરીને નાશી ગયેલા આરોપીઓની કાર પોલીસે કબજે કરી

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે મમુદાઢીની કાર ઉપર અંધાધુધ ફાયરીંગ કરીને તેની હત્યા કરવામાં આવી હતી અને ત્યાર બાદ આરોપીઓ સ્વિફ્ટ કારમાં નાશી ગયા હતા જે અંગેની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને મૃતક મમુદાઢીના દીકરા મકબૂલે રફીક માંડવિયા, ઈમરાન ચાનીયા, આરીફ મિર સહિત ૧૩ સામે ફરિયાદ નોંધાવી છે જેથી આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે તેવામાં મોરબી જિલ્લામાથી મમુદાઢીની હત્યા કરીને નાશી ગયેલા આરોપીઓની કાર મળી આવી છે જેને પોલીસે કબ્જે કરીને આગળની કાર્યવાહી કરલે છે

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે કાર ઉપર અંધાધુધ ફાયરીંગ કરીને હનીફભાઇ ઉર્ફે મમુદાઢી ગુલામભાઈ કાસમાણીની હત્યા કરવામાં આવી હતી આ બનાવમાં મૃતક હનીફભાઇ ઉર્ફે મમુદાઢીના દીકરા મકબુલ મહમદ હનીફ કાસમાણી (૨૫) એ રફીકભાઇ રજાકભાઇ માંડવીયા, ઇમરાન ઉર્ફ બોટલ હનીફભાઇ ચાનીયા, આરીફ ગુલામભાઇ મીર, ઇસ્માઇલભાઇ યારમામદ બ્લોચ, રીયાઝભાઇ રજાકભાઇ ડોસાણી, ઇરફાનભાઇ યારમામદ બ્લોચ, રમીજભાઇ હુસેનભાઇ ચાનીયા, મકસુદ ગફુરભાઇ સમા, એઝાજ આમદભાઇ ચાનીયા અને બીજા ચારેક અજાણ્યા શખ્સો આમ કુલ મળીને ૧૩ શખ્સોની સામે તેના પિતાની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે તપાસ કરવામાં આવી રહી છે તેવામાં ફરિયાદમાં લ્ખાવ્યું હતુ કે, આરોપીઓ ઘટનાને અંજામ આપીને  સ્વીફટ કાર નંબર જીજે ૩૬ એસી ૭૮૬૩ માં નાશી ગયા હતા જેથી કરીને જે તે સમયે નાકાબંધી પણ કરવામાં આવી હતી દરમ્યાન બુધવારની રાતે મોરબી જીલ્લામાં જુદાજુદા વિસ્તારમાં ટીમો તપાસ કરી રહી હતી અને મોરબી સિટી એ ડિવિઝનના પીઆઇ બી.પી.સોનારા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, વાંકાનેર તાલુકાનાં ખેરવા ગામની સિમમાંથી સ્વિફ્ટ કાર મળી આવી છે જેથી કરીને પોલીસે આ કારને કબ્જે કરીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે




Latest News