મોરબીના કલેક્ટરે રાજપર(કું) ગામે ભૂમિ સીમાંકન તથા કુંતાસી ગામે સ્વામિત્વ યોજનાની કામગીરીની સમીક્ષા કરી મોરબીના આંદરણા ગામે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને રાત્રીસભા યોજાઈ મોરબીના રંગપર ગામે ૪૭૨ બોટલ સાથે એક ઝડપાયો, માલ આપનારની શોધખોળ ચાલુ માળીયા (મી)માં મહાદેવ મંદિરે આશીર્વાદ કા દિયા કાર્યક્રમ યોજાયો, ૩૦૦૦ દીવડાઓથી બગીચો ઝળહળી ઊઠ્યો મોરબીની ભારતી વિધાલય માં વિધાર્થી મંત્રી મંડળની ચૂંટણી અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીના ગોર ખીજડીયા ગામે નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે આરતીનો કાર્યક્રમ યોજાયો મોરબીના રવાપરથી જડેશ્વર રોડમાં ઘુનડા ગામે બાયપાસ રોડના ડીમોલીશનમાં ભેદભાવ અંગે રજૂઆત હળવદના માનગઢ ગામે જમીનમાંથી ગરમ વરાળ જેવા ધુમાડા નીકળતા લોકોમાં ભારે કુતૂહલ
Breaking news
Morbi Today

માળિયા(મી)માંથી બે શિક્ષકોને "તાલુકા પારિતોષિક" એનાયત


SHARE





માળિયા(મી)માંથી બે શિક્ષકોને "તાલુકા પારિતોષિક" એનાયત

શિક્ષકદિન નિમિતે શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે રાજ્ય, જિલ્લા અને તાલુકા પારિતોષિકથી શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે મોરબી જિલ્લાના માળિયા તાલુકામાંથી  રત્નમણિ પ્રાથમિક શાળા મોટીબરારના શિક્ષક અનિલ બદ્રકિયા તેમજ કુંતાસી પ્રાથમિક શાળાના શિક્ષક બેચરભાઈ ગોધાણીની તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થઈ હતી. અને શિક્ષકદિન નિમિત્તે જિલ્લા કક્ષાએ યોજાયેલ શિક્ષક સન્માન કાર્યક્રમમાં શિક્ષકોને એવોર્ડની સાથે ૫૦૦૦ રૂપિયાનો ચેક પણ અર્પણ કરવામાં આવ્યો હતો. અને પારિતોષિકમાં મળેલ આ રકમ પોતાની પાસે ન રાખતા બંને શિક્ષક મિત્રોએ પોતાની  શાળા અને વિદ્યાર્થીઓ માટે અર્પણ કરી એવોર્ડ માત્ર પોતાનો નહીં પણ સમગ્ર શાળા પરિવારનો છે એવી ભાવના વ્યક્ત કરી હતી.




Latest News