મોરબીમાંથી ગુમ થયેલ મહિલાની શોધખોળ શરૂ મોરબી રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ અન્વયે જિલ્લામાં અનાજ સંગ્રહ માટે ગોડાઉન ભાડે રાખવા અરજીઓ મંગાવાઈ મોરબીમાં પત્નીને લગ્નેતર પ્રેમસબંધ હોય યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત કરવા મામલે નોંધાયેલ ગુનામાં મહિલા સહિત બે આરોપી જેલ હવાલે મોરબીમાં ચાર્જમાં રહેલ સસ્તા અનાજની દુકાનો બાબતે જાહેરનામુ બહાર પાડો: પી.પી.જોષી ઓપરેશન ડેલ્ટા હન્ટની અસર: મોરબી જિલ્લામાંથી બે બાંગ્લાદેશી મહિલા ઝડપાઇ મોરબીમાં યુવાનની 12 મી વખત રક્તદાન કરીને જન્મદિવસ પ્રેરણાદાયી ઉજવણી મોરબી : જાણીતા યુવા લેખક અને સંશોધક પરમ જોલાપરાને ઓથર ઇન્કવેલ એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી જિલ્લામાં ઉંદર પકડવાની જાળના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ
Breaking news
Morbi Today

મોરબીના પાવળીયારી નજીક બાઈક આડે કૂતરું ઉતરતા અકસ્માત: ઇજા પામેલ આધેડ સારવારમાં


SHARE











મોરબીના પાવળીયારી નજીક બાઈક આડે કૂતરું ઉતરતા અકસ્માત: ઇજા પામેલ આધેડ સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવળીયારી માતાના મંદિર પાસેથી બાઈક લઈને આધેડ પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈક આડે કૂતરું ઉતર્યું હતું જેથી બાઈક તેની સાથે અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ઇજા પામેલા આધેડને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામે મહાદેવના મંદિર પાસે રહેતા બુટાભાઈ નોંઘાભાઈ ગમારા જાતે ભરવાડ (૫૩) પોતાનું બાઈક લઈને મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવરીયાળી માતાજીના મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકની આડે કૂતરું કર્યું હતું જેથી કરીને બાઈક તેની સાથે અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં આધેડને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવેલી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોઝભાઈ સુમરા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ વૃંદાવન પાર્કમાં સ્કાય હિલ એપાર્ટમેન્ટમાં રહેતા રમેશભાઈ મલાભાઇ ભટાસણા (૫૦) ને સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ચોકડી પાસે આવેલ વિશાલ ફર્નિચર નજીક વાહન અકસ્માતના બનાવવામાં ઇજા હોવાથી તેને સારવાર માટે મોરબીના શનાળા રોડ પર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મારામારીમાં ઇજા

મોરબી વાંકાનેર હાઈવે ઉપર આવેલ મકનસર ગામે ગોકુલનગરમાં રહેતા પારુલભાઈ ભગવાનભાઈ કણસાગરા (૧૭) નામના યુવાનને મારામારીના બનાવવામાં ઈજા થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મારામારીના આ બનાવ અંગે મોરબી હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે અને આ બનાવની આગળની તપાસ થઈ રહેલા મણીભાઈ ગામેતી સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે પારુલભાઈ કણસાગરાના ઘર પાસે બનાવ બન્યો હતો જેમાં તેના ઇજા થવાથી સારવારમાં હોસ્પિટલે લઈને આવ્યા છે






Latest News